પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૧૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અગ્નિશિખા:૩૦૧
 

શ્વાસે શ્વાસે આગ લગાવ, જાલિમનાં તું નાવ જલાવ ! રાખ રુધિર પીવાના કોડ ! અય ગુલામ ! બંધન તોડ. અનિશિખા: ૩૦૧ જેમ જેમ ઉત્તુંગ ગાતો ગયો તેમ તેમ તેના ઉદ્ગાર ઝિલાતા ચાલ્યા. અંતિમ ભાગ આવતાં તો યુવાનવૃદ્ધ સર્વ ગુલામોએ એ ગીતમાં સૂર પૂર્યા. તેમના થનગની રહેલા દેહે રહેલાં બંધન તોડી નાખ્યાં અને રુધિર પીવાના કોડમાં સહુએ ભયાનક પોકાર કર્યો. માતા પર્વતમાંથી જાણે લાવાનો અંગાર - ફુવારો ફૂટી નીકળ્યો.