પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૧૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 


ગુલામીને છેડે
 


વહાણે એક જબરજસ્ત ઝોલો લીધો. ગુલામોનો મુક્તિનાદ અને વહાણનો હેલકારો ભેગાં મળતાં એકાએક ઉપર માળમાં ચાલતું ગીત અને હાસ્ય ક્ષણભર બંધ પડી ગયાં. રાત્રીના અંધકારમાં દીપકની ઝાંખી કરાવતું વહાણ કોઈ ખડક સાથે અથડાય એવો સંભવ તો હતો જ નહિ મા જલમાં જમીન આવવાની વાર હતી. ‘સુલક્ષ ! જો ને, શું થયું ?' ક્ષમાએ પૂછ્યું. અને હાથમાં લીધેલી શરબતની પ્યાલી તેણે નીચે મૂકી. સુલક્ષ તેના પગ નજીક બેસી શરાબ અને શરબતનાં મિશ્રણ પીતો હતો. તેણે એક અંગરક્ષકને આજ્ઞા કરી. સ્ત્રીઓએ નૃત્યગીત બંધ કરી દીધું, અને દીવાનખાનાના બારણા તરફ તેમની દૃષ્ટિ ગઈ. અંગરક્ષક અર્ધનગ્ન સ્ત્રીઓનાં નૃત્ય અને ગીત જોવા સાંભળવામાં એટલો મશગૂલ હતો કે સુલક્ષની આજ્ઞા તેને કોઈ ઋષિમુનિનું ધ્યાનભંગ કરતા શાપપાત્ર વિઘ્ન સરખી લાગી. છતાં આશા એ આજ્ઞા જ કહેવાય. ગુલામોનું ધાંધલ બંધ કરી તે તુરત પાછો આવશે અને મધરાત પછી તે કોઈ પણ કિન્નરી જોડે વહાણનો કોઈ એકાન્ત ભાગ કબજે કરી લેશે એ અભિલાષાને આગળ કરી અનિચ્છાએ તે ત્યાંથી ગયો. અને બીજી ભયાનક સમૂહગર્જના સંભળાઈ. એ ગર્જનાની પાછળ અટ્ટહાસ્ય પણ સંભળાયું અને કરુણા ઉપજાવતી બેત્રણ ચીસો અધવચ જ અટકી ગઈ. ક્ષમા પણ સહજ ચમકી, ગુલામોના બળવા તેણે જોયા હતા અને સાંભળ્યા પણ હતા. જિંદગીથી બેપરવા બની બેઠેલા ગુલામો થોડી ક્ષણ મુક્તિ મળતાં કેટકેટલાં અનિષ્ટ કૃત્યો કરી નાખે છે તેનો એને સહજ ખ્યાલ હતો. તે ઊભી થઈ. ‘બેસી જા; હમણાં એ ગુલામો શાંત પડશે. એમની ઘેલછા ચાબુકને ફટકે ઘટી જશે. સુલક્ષ બોલ્યો. ગીત બંધ કરો, અને સૈનિકો હો તે સઘળા પોતપોતાને સ્થાને ઊભા રહો. ગુલામોનું આ તોફાન વધારે પડતું લાગે છે.' ક્ષમા બોલી. નીચેના ભાગમાં ગર્જના વધતી ચાલી. સૈનિકો એકદમ બહાર