પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૧૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગુલામીને છેડે:૩૦૩
 


નીકળ્યા, અને હથિયાર લઇ ગુજ્જ થવા પોતપોતાને સ્થાને જવા લાગ્યો મધ્યસ્થાને માળ ઉપર આવેલાં દીવાનખાનાનો ઉપયોગ નૃત્ય. ભોજનસમારંભ અને આરામને માટે ઘણી વાર થતો. પ્રત્યેક રોમન સૈનિક હતો. પરંતુ બધા જ સૈનિકને વહાણમાં ઓરડીઓ ભાગ્યે મળતી. મુખ્ય ઓરડો ક્ષમાનો હતો. સુલક્ષ ત્યાં ઘણો સમય ગાળતો અન્ય રોમન યુવતીઓ પણ નાની ઓરડીઓમાં ભેગી રહેતી અને ક્ષમા, સુલક્ષ તથા અન્ય સૈનિકોને સંગીતથી રીઝવી જરૂર પડ્યે ક્ષમાનું અંગરક્ષણ કરવાનો પણ દેખાવ કરતી. એટલે સામાન્યતઃ આ દીવાનખાનામાં જ સૈનિકો સૂઇ રહેતા, પરંતુ તેમનાં હથિયાર હથિયારગૃહમાં કે અન્ય સ્થળે પણ મૂકવામાં આવતાં, અને રંગરાગના પ્રસંગે તો આ સ્થળે શણગાર પૂરતાં જ હથિયારો રહી શકતાં, નીચે હોકારા થયે જતા હતા. વહાણ વધારે પ્રમાણમાં ડોલતું હતું. દીવાના પ્રકાશ ચારે ખૂણે દેખાવા લાગ્યા. શું ગુલામોએ વહાણને સળગાવવા તો નહિ માંડ્યું હોય ? જીવનની જેને દરકાર ન હોય તે પોતાની સાથે બીજાનાં જીવનને પણ લુપ્ત કરવામાં વાર લગાડતા નથી. ગુલામોના માલિકો પણ બળી ભસ્મ થાય તો ગુલામો પોતાની જાતને બાળતાં જરાય પાછું ન જુએ. ‘તમે તમારી ઓરડીઓમાં ચાલ્યાં જાઓ, અને જે મળે તે હથિયાર હાથમાં રાખો.' ક્ષમાએ યુવતીઓને આજ્ઞા કરી. યુવતીઓ દીવાનખાનાના બારણા બહાર નીકળી પોતાની ઓ૨ડી- ઓમાં જવા લાગી. ક્ષમાએ યુવતીઓની પણ ચીસ સાંભળી. કેટલીક યુવંતીઓ ગભરાઈને પાછી દીવાનખાનામાં પેસી ગઈ. ‘શું છે ? બીઓ છો કેમ ?' સુલક્ષે પૂછ્યું. ‘ગુલામો ઉપર આવવા માંડે છે.’ એક સ્ત્રીએ કહ્યું. ‘લાત મારી નીચે ગબડાવી પાડો ! સૈનિકો શું કરે છે ?’ સુલક્ષે પૂછ્યું. ‘સૈનિકો રહેંસાઈ ચાલ્યા. સાંભળો ! બીજી સ્ત્રીએ ગભરાઈને કાન ઉપર હાથ મૂકી દીધા, એક કારમી મરણચીસ સહુએ સાંભળી. ‘પણ આ શું થાય છે ? શાને માટે થાય છે ?' ક્ષમા બોલી, અને આસપાસ હથિયાર શોધવા નજર કરી રહી. ‘એ જ, તારા મિત્ર ઉત્તુંગનું જ કામ. બીજું કોણ હોય ?' સુલક્ષે કહ્યું. ‘ઉત્તુંગનું કામ હોય તો જા, એને શોધી કાઢ; લાવ મારી પાસે. હું મારે હાથે એનો આ સ્થળે જ શિરચ્છેદ કરીશ.' ક્ષમાએ કહ્યું.