પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૧૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૪:ક્ષિતિજ
 


પરંતુ નીચેના ભાગમાં તો યુદ્ધ મચી રહ્યું હતું. હથિયારો વીંઝાતાં હતાં. ચીસો પડતી હતી અને હોકારા થયે જતા હતા. ‘તું અહીં એકલી જ છે.' સુલક્ષે જવાબ આપી નીચે જવાની આનાકાની દર્શાવી. ‘આ સ્ત્રીઓ મારી સાથમાં જ છે.' ક્ષમાએ કહ્યું. ‘પણ પુરુષ કોઈ નથી ને !' પુરુષની મારે જરૂર નથી. ઝડપથી જા બળવો શમાવ અને ઉત્તુંગને પકડી અહીં રજૂ કર.' ‘એક અર્ધમુક્ત ગુલામ ભાંગેલી તલવાર લઈ દોડતો ક્ષમા પાસે આવ્યો અને સલામ કરી બોલ્યો : ‘વહાણ આપણે કબજેથી ગયું છે. શસ્ત્રાગારનો પણ કબજો ગુલામોનાં હાથમાં છે.’ ‘રોમનો શું કરે છે ?’ ક્ષમાએ પૂછ્યું. ‘અડધા કપાઈ ગયા; બાકીના ઘવાયલા પડ્યા છે.’ ‘તું કેમ અહીં આવ્યો ?’ ‘ખબર આપવા.’ ‘તારા કહ્યા વગર શું અમને ખબર ન પડત ? જા! ફરી વાર જીવતો પાછો ન આવીશ.’ કહી સુલક્ષે તેના મુખ ઉપર એક તમાચો લગાવી દીધો. ગુલામની આંખમાંથી ખૂન વહી રહ્યું. આટઆટલા ગુલામોની વચ્ચે એણે એકલાએ જ વફાદારી જીવતી રાખી હતી. હવે એને લાગ્યું કે માલિકો પ્રત્યે ગુલામે વફાદાર રહેવું એ પણ એક મહાપાપ છે. સહુ ગુલામોને સાથ આપવાનો દેખાવ કરી તે વહાણને અને વહાણના માલિકોને બચાવવા મથી રહ્યો હતો. પરંતુ બળવાનું પૂર ધસમસતું ઊછળ્યું. અને તેની સામે થનાર સહુને ઘસડી ગયું. બંને પક્ષમાં રહ્યાનો દેખાવ કરતાં આ વફાદાર ગુલામે જોયું કે ક્ષમાને બચાવવાનો એકે માર્ગ રહ્યો નથી. એણે એક વિચાર કરી રાખ્યો હતો. એક નાનકડો તરાપો તેના કબજામાં હતો; ક્ષમા દરિયામાં કૂદી પડે તો એ તરાપામાં તેને જીવતી રાખી શકાય. તે ઉદ્દેશની તે મહામુસીબતે ખબર આપવા આવ્યો, અને એ ખબર આપે તે પહેલાં તો તેને તમાચો પડ્યો ! મારથી તો ગુલામો ટેવાયલા જ હતા; પરંતુ મારના દુઃખ કરતાં અપમાનની ઝાળ વધારે ભયાનક હોય છે. ‘કમબખ્ત ! હું તમારી વહારે આવું છું, તમને બચાવવાનો માર્ગ બતાવું છું, એના બદલામાં મને તમાચો...' ભાંગેલી તલવાર લઈ ગુલામ