પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૧૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગુલામીને છેડે:૩૦૫
 


સુલક્ષ ઉપર તૂટી પડ્યો, પરંતુ ક્ષમા વચમાં આવી, અને સહુના સાથમાં દુર્બળ ગુલામને ખસેડતાં વાર ન લાગી. ‘સુલક્ષની વાત બાજુએ રાખ. તું શો બચાવ બતાવે છે ?’ ક્ષમાએ પૂછ્યું. ‘હવે હું બચાવ બતાવું ? એના કરતાં હું તમને દરિયામાં ગૂંગળાવી ડુબાડી દઉં એ મને વધારે ગમશે !' સુલક્ષે તેને લાત મારી ગબડાવી પાડ્યો, અને તેની ભાંગેલી તલવાર પોતાના હાથમાં લીધી. ‘ક્ષમા ! તું મારા ખંડમાં બેસ. હું જોતો આવું કે આ બધું શું તોફાન છે.'. ક્ષમાની પાસે હથિયાર ન હતું. ગુલામો હાથથી ગયા હતા એ પણ તે જોઈ સમજી શકી. એનું શું પરિણામ આવે તેનો પણ એ ખ્યાલ કરી શકી. ગુલામો તેને, સુલક્ષને અને સઘળા રોમનોને રિબાવીને મારી નાખે એ તેને શક્ય લાગ્યું. તેને મરવું ન હતું; મરવાના ભયથી નહિ, પરંતુ આવી અસાવધાનીનો ભોગ થવામાં તેને બહુ નાનમ લાગી. આવા પ્રસંગો કરતાં પણ વધારે વિકટ પ્રસંગોએ તેણે માર્ગ શોધી કાઢ્યા હતા અને તે વિજયી નીવડી હતી. શું આ પ્રસંગે તે હારી બેસશે ? હજી આ નીચે પડેલા ગુલામ સિવાય બીજું કોઈ ઉપર ચડી આવ્યું ન હતું. જોકે સીડી ઉ૫૨ ધસારો થવાની ક્ષણ પાસે જ આવતી હતી એમ નાસી આવેલી સ્ત્રીઓના કથનથી તે સમજી શકી હતી. પોતાના વ્યક્તિત્વનો પરચો બતાવ્યા સિવાય બીજો એકેય માર્ગ તેને દેખાયો નહિ. બળ દેખી ગુલામો ડરી જશે એ ધારણાએ તેણે સુલક્ષને કહ્યું : ‘હું ખંડમાં બેસું ? ચાલ, હું આગળ થાઉં છું. જોઉ, કોણ એ બળવાનો આગેવાન છે !' કહી ક્ષમા ખંડની બહાર નીકળી. તેની પાછળ સુલક્ષ પણ ભાંગેલી તલવાર સાથે ગયો. સીડી ઉપર એક રોમન સિપાઈ આછા શસ્ત્ર સાથે ઊભો રહેલો હતો. ઉપરના માળને વહાણના નીચેના ભાગ સાથે જોડનારી બીજી સીડીઓ તૂટી ગયેલી હતી. વહાણના ઉપર-નીચેના ભાગને જોડનારી આ એક જ સીડી આખી રહી હતી. સીડી પાસે ગુલામોનાં ટોળાં ઉપર ચડી આખા વહાણની માલિકી મેળવવા તલપી રહ્યાં હતાં. તેમને અર્ધ પ્રકાશમાં ઉત્તુંગ વારી રાખી ઊભો હતો એ ક્ષમા તથા સુલક્ષે સીડી પાસે આવતાં જ નિહાળ્યું. ‘સુવ્વરો ! શું ધાંધલ લઈને બેઠા છો ? મરવું છે ?’ સુલક્ષે સીડીને મથાળેથી બૂમ પાડી.