પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬ : ક્ષિતિજ
 

________________

૧૯ : લિતિજ ‘આપણે અહીં જ ઊતરીએ. હોડીમાં ચાલ્યા જઈશું.' અમારું શું કરો છો ?' સ્ત્રી તરીકે ઓળખાયલા સૈનિકે પૂછ્યું. ‘તમારે તે પૂછવાની જરૂર નથી. કેદી વહાણો માટે અમારો જે નિયમ હશે તે પ્રમાણે તમારી વ્યવસ્થા થશે.' સુબાહુએ કહ્યું. “વાવાઝોડામાં સહાય આપવાને બહાને તમે અમારા વહાણને કેદ કરો છો. સ્ત્રી છું કે તમે ?' ‘તમે મૈત્રીનો સ્વીકાર ન કર્યો. અમે મિત્ર તરીકે આવ્યા હતા.' યુદ્ધમાં જીત્યા હોત તો જુદી વાત હતી.' 'ઠીક. હું તમને યુદ્ધની તક આપીશ. તમારું વહાણ છૂટું મૂકું છું. પરંતુ તે પહેલાં તમે કબૂલ કરો કે તમે સ્ત્રી છો.' સુબાહુએ કહ્યું. સૈનિકના મુખ ઉપર મૂંઝવણ દેખાઈ. સુબાહુની આંખ તેના મનને વીંધી નાખતી હતી, અને એ મનમાં છુપાયેલું સત્ય પરખી કાઢતી હતી. મૂંઝવણ સાથે કોધ પણ આછો આછો તરવરી રહ્યો. | ‘અને તમે માલવરાજના દરબારમાં જાઓ છો.' સુબાહુએ વધારે હકીકત જણાવી. માલવરાજ ? આ સમુદ્રમાંથી માળવા કેમ જવાય ?' "ભૃગુકચ્છથી નર્મદા તમને માળવે પહોંચાડે એમ છે.” કદાચ ત્યાં જાઉ. તેમાં તમારે શું ?' “હું તમને જવા નહિ દઉ. આર્યાવર્તને હાથ કરવાની ચાવી તમે લાવ્યાં છો.” તમારી બધી કલ્પના છે. અમે તો ભારતની કલા નિહાળવા આવીએ છીએ.” એ મારી જાણ બહાર નથી. તમે ભારતીય નૃત્ય શીખવાને બહાને આવો છો અને ભારતને પગે બાંધવાની બેડી લાવો છો.' સૈનિકે અધતિરસ્કારભર્યું ડોકું ઊંચક્યું. ટોપી નીચે ઝૂલતા તેના વાળ હાલી ઊઠ્યા. અને તમારું નામ હવે જણાવશો?” સુબાહુએ પૂછ્યું. સિપાઈનું નામ જાણી શું કરશો ? ‘ત્યારે આપને નામ જણાવું ?' નહિ, નહિ. મારું નામ ક્ષમા” છે.” એકાએક આછો ભય અનુભવી

  • Xama