પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૨૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગુલામીને છેડે:૩૦૭
 


નથી.' ઉત્તુંગ બોલ્યો. ‘તો તું શું માગે છે, ઉત્તુંગ ?' ક્ષમાએ અત્યંત મીઠાશથી પૂછ્યું. ‘આ બિચારા બેવકૂફોને ફરીથી તું તારી મોહવાણીમાં ન ફસાવે એ માટે હું એમ માગું છું કે તું અને તારા જે જે રોમનો ઉપર બચ્યા હો તે નીચે આવી અમારે શરણે થાઓ.' ઉત્તુંગે કહ્યું. ‘જુઓ મિત્રો ! આખા વહાણને મેં મુક્ત બનાવ્યું તોય આ અશિષ્ટ ઉત્તુંગ મને જ બંધનમાં નાખવાનું કહે છે. તમે એ સહન કરી શકો છો ?’ ક્ષમાએ ગુલામોને ઉદ્દેશી કહ્યું. જિંદગીભર ગુલામ ભોગવી રહેલા કેટલાક ગુલામોને ઉત્તુંગની માગણીમાં અતિશયતા લાગી પણ ખરી. ક્ષમાનું રૂપ, ક્ષમાની મીઠાશ અને ક્ષમાની યુક્તિ ઉત્તુંગના આખા પ્રયત્નને નિષ્ફળ બનાવી દે એવો ભય ઉત્તુંગને લાગ્યો પણ ખરો. ઉત્તુંગે પણ ગુલામોની લોલુપતાનો લાભ લઈ ક્ષમાની બાજી ઊંધી વાળવા નિશ્ચય કર્યો. ‘અમે મુક્ત છીએ એ વાત તો ખરી ને ?' ઉત્તુંગે પૂછ્યું. ‘આ તો હું ક્યારની કહી રહી છું. જેટલી હું મુક્ત એટલા જ તમે બધા મુક્ત !' ક્ષમાએ કહ્યું. ‘તો અમે ઉપર આવીએ છીએ, દીવાનખાનું પાછું શણગારો, સંગીત શરૂ કરો અને અમને ભૂખ્યાને તમારી વાનીઓ પીરસો. તેમ નહિ થાય તો....' છે?’ ઉત્તુંગ વાક્ય પૂરું કરે તે પહેલાં સુલક્ષ બોલી ઊઠ્યો : ‘ઓ વાનર ! અમારે સ્થાને તારે આ ગોબરા ગુલામોને બેસાડવા ‘સાંભળો ! અત્યારે આખું વહાણ આપણા કબજામાં છે, તોય રોમનોની ખુમારી આપણને પગ નીચે જ રાખવા મથે છે. હવે આવો ઉપર!' ઉત્તુંગે બૂમ પાડી સીડી ઉપર પગ મૂક્યો. “ખબરદાર, જો સીડી ઉપર પગ મૂક્યો તો ! આ રક્ષકને અહીં રમવા માટે ઊભો નથી રાખ્યો. સીડી નાની છે અને જેટલા ચડશો એટલાના શિર નીચે જ પડશે.’ સુલક્ષે કહ્યું અને સૈનિક ટટાર બની સીડી ઉપર ઊભો. ઉત્તુંગની પાસે ઊભેલા એક ગુલામના હાથમાં ભાલો હતો. ઉત્તુંગે તે ઝૂંટવી લીધો અને સીડી ઉપર ઊભેલા સૈનિકની છાતી ઉપર ફેંક્યો. સૈનિકના લશ્કરી પોશાકને વીંધી એ ભાલાનું ફળ સૈનિકની છાતીમાં ઊંડું ઊતરી ગયું. સૈનિક ઉપરના જ ભાગમાં ક્ષમા અને સુલક્ષના પગ પાસે ઢળી પડ્યો.