પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૨૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૮:ક્ષિતિજ
 


તે સાથે જ ઉત્તુંગ બેત્રણ છલંગમાં સીડી ઓળંગી ઉપર ચડી ગયો. અને પાછળ ગુલામોનો મોટો સમૂહ પણ આવ્યો. સુલક્ષ અને ક્ષમા બન્ને સહજ આઘાં ખસ્યાં. દીવાનખાનામાં ભરાઈ રહેલી રોમન યુવતીઓ બહાર આવી. ૫. ‘મારે લાંબી વાત નથી કરવી. વહાણના માલિક આપણે છીએ. આજ સુધી ગુલામી કરી ચૂકેલા મુક્તજનો ! હું આશા કરું છું કે આ સ્ત્રીઓ અને આ દીવાનખાનાનો ભોગવટો આજથી તમે કરો !' ઉત્તુંગ બોલ્યો. તને પરિણામનો ભય નથી લાગતો ?' ક્ષમાએ પૂછ્યું. મૃત્યુ કરતાં તો બીજું વધારે ભયજનક પરિણામ નથી. એ મૃત્યુને અમે પગ નીચે કચરી નાખ્યું છે.' ઉત્તુંગે કહ્યું. ‘રોમની સ્ત્રીને છેડશો તો તમને સ્વર્ગના દેવો પણ બચાવી શકશે નહિ.' ક્ષમા બોલી. ‘દેવ કે દાનવ કોઈની મુક્તાત્માઓને દરકાર નથી !' ગુલામોની ચીસો વચ્ચે ઉત્તુંગ બોલ્યો. ‘એક રોમન મર્દ જીવતો હશે ત્યાં સુધી રોમની સ્ત્રીનું અપમાન અશક્ય છે !’ સુલક્ષ બોલ્યો અને ઉત્તુંગ ઉપર ધસ્યો. આ ભાંગેલી તલવાર બદલી નાખ; હું તને નવી તલવાર આપું.’ નીચે ઢળેલા સસ્ત્રસજ્જ સૈનિકનું એક સંગીન ખેંચી ઉત્તુંગે તે સુલક્ષને આપ્યું. સુલક્ષે તે હાથમાં લીધું. ક્ષમા અને સુલક્ષ બન્નેને લાગ્યું કે ઉત્તુંગને ઘા થાય તો બધા જ ગુલામો પાછા ગુલામીમાં આવી શકે. ઉત્તુંગને મારવો એ જ આખા બળવાને બેસાડી દેવાની ચાવી હતી. પરંતુ શસ્ત્રાગારમાંથી શસ્ત્રો લઈ મારવા અને મરવા તત્પર થયેલા ગુલામો ઉત્તુંગ ઉપર ઘા કરતા પહેલાં તો સુલક્ષ ઉપર તૂટી પડી તેના ટુકડેટુકડા કરી નાખવા તત્પર થયેલા જ હતા. એ ગુલામો એક સમયે શસ્ત્રધારી સૈનિકો હતા, અને હજી પણ શસ્ત્રતાલીમ તેમને મળતી ખરી - અલબત્ત, રોમન પ્રેક્ષકોને રીઝવવા પૂરતી. આવી મુશ્કેલીમાં ઉત્તુંગને શી રીતે મારવો ? ઉત્તુંગ ઘા થવાની રાહ જ જોતો હતો. શસ્ત્ર રહિત ઉત્તુંગને પોતાના બળમાં એટલી શ્રદ્ધા હતી કે સુલક્ષના ધસારાને નિરુપયોગી બનાવવાની તેને ખાતરી જ હતી. છતાં ઘા ન થયો. ‘કેમ અટકે છે ?’ ઉત્તુંગે પૂછ્યું. ‘તું તો તને પોતાને મોટો વીર માને છે, નહિ ?’ ક્ષમાએ ભારેમાં ભારે કટાક્ષ પોતાની વાણીમાં લાવી પૂછ્યું.