પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૨૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૦:ક્ષિતિજ
 


ખણખણ કરતું વઘણના પાટિયા સાથે અથડાયું. લક્ષ પણ ન પાટડિયા ઉપર નિઃસહાય બની તૂટી પડ્યો અને મૂછ પામ્યો. ઉત્તુંગનો વિજય એ જ ક્ષણે પરાજય બની જાત જો તેણે ક્ષમાન વિસારી હોત તો. પરંતુ સુલક્ષની સાથે દ્વંદ્વયુદ્ધમાં રોકતા ઉત્તુંગે ક્ષમાન આંખમાં ઠરી ગયેલી વીજળી નિહાળી હતી. એ શીત વિદ્યુત તેણે કદાચ ન નિહાળી હોત તોપણ ક્ષમા કદી લાગ ન ચૂકે એ સમજવા જેટલો તેને ક્ષમાનો પરિચય હતો જ. સુલક્ષ જમીન ઉપર તૂટી પડ્યો તે પહેલાં તો ક્ષમાએ સૈનિકની પાસે પડેલો ભાલો ઊંચકી વીજળીની ઝડપે ઉત્તુંગ ઉપર ધસારો કર્યો. ઉત્તુંગ અસાવધ ન હતો માટે જ ક્ષમાએ કરેલા ઘાને તે નિવારી શક્યો - જોકે તેના હાથમાં ભાલો સહજ ઘવાયો. ગુલામો નિષ્ફળ ક્ષમા ઉપર તૂટી પડતા હતા. તેમને ઉત્તુંગે વાય. ‘ખામોશ ! ક્ષમાને હું સજા કરીશ. સુલક્ષ સૂતો છે. એ ઊઠે નહિ એમ એને બાંધી દો. બે વૃદ્ધોને સુકાન ઉપર મેં બેસાડ્યા છે; એમને માટે સાર ભોજન મોકલો. ર૭ હવે સ્ત્રીઓ, તમારા ઉપર સિતમ ગુજારનાર રોમન જાતિની એ સઘળી રમણીઓ હું તમને સોંપી દઉ છું; તેમને જીવતી રાખવી કે નહિ એ તમે જ નક્કી કરજો. જાઓ !' કહેતા બરોબર રોમન સ્ત્રીઓએ ચીસ પાડી. ગુલામોએ ભયંકર હર્ષનાદ કર્યો. જીવનભરની ભુલાઈ ગયેલી તેમની શક્તિ ઊછળી આવી અને ચીસો પાડતી, સામે થતી, ભોંય ઉપર પડતી સ્ત્રીઓ ને બબ્બે ત્રણ ત્રણ ગુલામો ઘસડી જવા લાગ્યા; રોમન પ્રજાનું થતું આ અપમાન ક્ષમા જોઇ રહી હતી. રોમન પ્રજામાં નીતિ-અનીતિનો પ્રશ્ન બહુ હળવો બની ગયો હતો. સુંદર યુવાન ગુલામો સાથે છૂપા સંબંધ બાંધતી સ્ત્રીઓની કથાઓ રોમના બજારમાં કંઇક વાર સંભળાતી. પરંતુ એ સંબંધ હજી સુધી નિંદાનો વિષય ગણાતો, પ્રતિષ્ઠાનો નહિ. નિંદા કે પ્રતિષ્ઠાને ક્ષમા પી ગઈ હતી. માત્ર તેને એક જ પરિસ્થિતિ અસહ્ય લાગી : મરજી વિરુદ્ધનું અસભ્ય વર્તન બળાત્કાર ! એકે જીવંત રોમન પુરુષ તેની પાસે ન હતો. એક રક્ષક મૃત્યુ પામી પોતાનો દેહ તેના પગ પાસે નાખી ગયો. બીજો સુલક્ષ જીવંત હતો ખરો, પરંતુ તે પણ મૃતપ્રાય બનીને પગ પાસે જ પડ્યો હતો. જે સુલક્ષ ક્ષમાને ચાહતો હતો, ક્ષમાને લાગ મળ્યે વહાલ કરી લેતો હતો, અને ક્ષમા નવ- રાશમાં જેને રમકડા માફક રમાડી તેનો રાજકીય ઉપયોગ કરી લેતી હતી, તે લક્ષ પ્રેમી બનવાને બદલે આજે એક અશિષ્ટ પરદેશીઓનો ભોગ થઈ