પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૨૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગુલામીને છેડે:૩૧૧
 

પડ્યો હતો. એને ઉત્તુંગ હવે જીવતો રહેવા દે એ મોટી પરંતુ એ બધાની સાથે તેનું શું થશે ? ગુલામીને છેડે : ૩૧૧ શંકાનો વિષય હતો. ક્ષમા જીવનમાં પહેલી વાર થરથરી. તેની જ સામે એક જંગલી રાક્ષસ વિજયોન્તમત સ્મિત કરતો ઊભો હતો. વિજયથી શું એવાં થતાં સ્મિત સઘળાં રાક્ષસી જ હશે શું ? અને ક્ષમાએ શું એવાં વિજયહાસ્ય અનેક વખતે નહોતાં કર્યાં ? ઉત્તુંગની મૂર્ખાઈ ઉપર તે શું અનેક વાર હસી ન હતી? આજે એ ઉત્તુંગ તેને હસી રહ્યો હતો. સઘળી યોજનાઓ વિગતસહ ઘડી રાખતી ક્ષમાએ આ યોજનામાં ક્યાં ભૂલ કરી હતી ? ઉત્તુંગને જીવતો ન રાખ્યો હોત તો ? સુબાહુ અને સુકેતુ પ્રત્યેનું ઉત્તુંગનું વેર એ ઉપયોગમાં લેઈ શકી ન હોત. ઊર્ધ્વસ્થાન કે આંધ્ર ગમે તે સ્થળે ઉત્તુંગને મધ્ય પ્રદેશ સામે યુદ્ધમાં મોકલી શકાય એ માટે એને જીવતો રાખ્યો હતો. વળી આખા આર્યાવર્તમાં વેરાયલાં નાગસંસ્થાનોની સહાનુ- ભૂતિ ઉત્તુંગ દ્વારા જ મેળવવાની હતી. એને છુટ્ટો રાખ્યો હોત તો ? કદાચ આજનો પ્રસંગ વહેલો ઊભો થયો હોત. બંધનમાં રાખ્યા છતાં આજનો પ્રસંગ કેમ થઈ શક્યો ? રક્ષક ફૂટ્યો? ના. રક્ષક મરે તોપણ ફૂટે એવો હતો જ નહિ. ઉત્તુંગના સામર્થ્યનો સાચો ખ્યાલ શું તેને ન આવ્યો ? કે આ આખી જય-પરાજયની યોજનામાં જ આવા પ્રસંગોનો ફળદ્રુપ ઉદ્ભવ રહેલો છે ? “જો હવે હું અને તું બન્ને આ સ્થળે એકલાં જ છીએ.’ સ્ત્રીઓને ક્રૂરતાપૂર્વક ઘસડી દીવાનખાનામાં, સીડી નીચે અગર બીજે લઈ જતા ગુલામો અદૃશ્ય થયા એટલે ઉત્તુંગે ક્ષમાની વિચારમાળા તોડતું ઉચ્ચારણ કર્યું. વધારે વખત વીત્યો ન હતો. વરુ સરખા લોલુપ ગુલામોને સ્ત્રીઓ ઘસડી જતાં વાર કેટલી ? ‘એટલે તું શું કહેવા માગે છે ?’ ક્ષમાએ બળપૂર્વક જવાબ આપ્યો. ‘હું કાંઈ જ કહેવા નથી માગતો. તારા ખંડમાં જઈ પહેલો તો હું જમીશ.’ ‘તેમાં મને શું કહે છે ?’ ‘તને એટલું જ કહું છું : મારી સાથે તું આવે છે ? કે તને હું ઊંચકી

જાઉ?' ‘મને ઊંચકી જાય એવી શક્તિ હું કોઈનામાં જોતી જ નથી.