પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૨૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૨:ક્ષિતિજ
 


‘નાગપ્રદેશ યાદ છે ?' 'આ જળપ્રદેશ છે...' ક્ષમા બોલતી રહી અને ઉત્તુંગે તેને ઊંચકી લીધી. ક્ષમાને લઈ તે ક્ષમાના ખંડમાં દોડતો આવ્યો અને ક્ષમાને એક સુખાસન ઉપર તેણે બળ કરી બેસાડી દીધી. ક્ષમાએ તેના વાળ ખેંચ્યા, મુખ ઉપર ઉઝરડા ભર્યા અને તેની આંખો ફોડી નાખવા બનતું મથન કર્યું જ હતું. પરંતુ ઉત્તુંગે ક્ષમાને પોતાના હાથમાંથી જવા દીધી નહિ. ક્ષમાએ પોતાના ધડકતા હૃદયને સ્થિર બનાવ્યું. દીપકો બળતા હતા. એકબે દીવા હોલવાઈ પણ ગયા હતા. ઉત્તુંગ અને ક્ષમાના પડછાયા ભૂતસૃષ્ટિના અસ્તિત્વની સાક્ષી પૂરતા હતા. ‘ક્ષમા, સાંભળ. તારે માટે એક જ રસ્તો છે. તારે ઉત્તુંગની જોડે... ઉત્તુંગને પૂરું બોલવા ન દેતાં ક્ષમાએ કહ્યું : ‘હટ...’ ઉત્તુંગ સુખાસન ઉપર ઝઝૂમી રહ્યો. ‘મને પૂરું બોલવા તો દે ?’ ઉત્તુંગે કહ્યું. ‘બીજો રસ્તો પણ છે.’ ‘શો?’ ‘હું મરી જઈશ પણ તારે વશ થવાની નથી.' મરવાનું પણ તારા હાથમાં નથી. જેને મારવાની જરૂર હતી તેને માર્યા છે. રોમન સ્ત્રીઓને મારવાની જરૂ૨ નથી. અરોમનો એ સ્ત્રીઓ દ્વારા સંતતિ મેળવશે.’ કહ્યું. ‘ઉત્તુંગ, મારી મૈત્રી તેં તિરસ્કારી !' ‘પટાવવાની વાત ન કરીશ, નાગપ્રદેશમાં આવી મારી પત્ની બનવાનું મને આપેલું વચન તેં ભાંગ્યું છે.' ‘તું ભૂખ્યો છે. જમી લે. પછી આપણે નિરાંતે વાત કરીએ.’ ક્ષમાએ ‘હા. એ વાત ખરી...’ ‘તો હું તને કાંઈક ખાવાનું લાવી આપું.' ‘ઠીક.’

ક્ષમા ઊઠી ઊભી થઈ, અને એક ખુલ્લા બારણા પાસે આવી ઊભી. તેને વિચાર આવ્યો ઃ એક ક્ષણમાં પોતે સમુદ્રમાં કૂદી પડે અને આ રાક્ષસથી છુટ્ટી થઈ જાય ! સમુદ્રની વિશાળતા જીવવાના અને જીતવાના અનેક માર્ગો બતાવી રહે !