પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૩૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૬:ક્ષિતિજ
 


જ ઉપયોગ નથી.' ‘પછી ?’ ‘પછી એટલું જ કે તું મરવાને તૈયાર થા.' ગુલામે ભાંગેલી તલવાર ઉઠાવી. ‘ક્ષમા ક્યાં છે ?’ ‘હાં, એ ઠીક પૂછ્યું. મરતા પહેલાં એ પણ સાંભળી લે. ક્ષમા અને ઉત્તુંગ શાંતિથી પેલા ખંડમાં સૂતાં છે.’ ‘સાથે બીજું કોણ છે ?’ ‘દીવો તો બળે છે; તે ઉપરાંત સમુદ્રનો નમ્ર મરુત છે. એ સિવાય બીજું કોઈ સાથમાં નથી.’ સુલક્ષે આંખો મીંચી દીધી. ‘કેમ ? હવે કાંઈ પૂછવાનું બાકી રહે છે ?’ ગુલામે પૂછ્યું. એના નિર્દય બની ગયેલા હૃદયને સુલક્ષનું મોત ભાવતું હતું. એ મોત જેટલું રસપ્રદ બને એટલું તેને વધારે ગમે ! સુલક્ષે કશો જવાબ આપ્યો નહિ. તેના દેહ ઉ૫૨ ભાંગેલા સંગીનનો ઘા વાગ્યો. ભાંગેલું સંગીન ઝડપથી જીવ લઈ શક્યું નહિ. ગુલામે ક્રૂરતાભર્યા આવેશમાં સુલક્ષના દેહને રીબીરીબી ઝખમો કર્યા. સુલક્ષનો પ્રાણ ઊડી ગયો છતાં ગુલામના પ્રહાર અટક્યા નહિ. સુલક્ષના રૂપાળા દેહને ગુલામે છિન્નભિન્ન બદસૂરત બનાવી દીધો. ગુલામના હૃદયમાં દયાનો અંશ પણ રહ્યો નહોતો. આમ સુંદર સ્ત્રીના શીલછેદનમાં અને સુંદર પુરુષના અંગછેદનમાં ગુલામોનો વિજય પરિણામ પામ્યો. આ અનાચાર ઉપર રાત્રી ઝડપથી પસાર થતી હતી. પણ એ અનાચારનું ઉત્પત્તિસ્થાન ક્યાં ?” માનવીને ગુલામ બનાવવાની આકાંક્ષામાં, નહિ ?