પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૩૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 

તોફાન ઉપર ઊગેલું પ્રભાત
 


સમીર મૃદુતાભર્યો વહી રહ્યો હતો. સમુદ્રનાં મોજાં પણ સરોવરનાં જળ જેવું જ આછું નૃત્ય કરતાં હતાં. પૂર્વ આકાશમાં લાલાશ પથરાઈ હતી. અને આછાં આછાં વાદળાંના ટુકડા દોડતાં સસલાંના સમૂહ સરખા આકા શના એક ભાગ ઉપર એકત્રિત થતા હતા. લાલાશને ઝીલતાં કોઈ કોઈ વાદળાં ચંદનના ટુકડાનું રૂપ ધારણ કરતાં હતાં. સૂર્ય હજી ઊગ્યો નહોતો. પરંતુ સમુદ્રમાં પ્રભાત વહેલું ઊગે છે. પ્રકૃતિ તો હસતી હસતી જ ઊઠે છે. વહાણ ઉપર હસતી ઉષા જાગી. રાત્રિના ભયંકર ઘમસાણને તે જાણે ભૂલી ગઈ ન હોય ! વહાણ પણ શાન્ત હતું. એની ગતિ ઢંગ વગરની બની ગઈ હતી એ ખરું, જાણે સુકાની સુકાન ઉપર બેઠો ન હોય એવી વહાણની હાલચાલ હતી, છતાં વહાણ ઉપર ઊઘડતા પ્રભાતને ખબર ન હતી કે એ જ વહાણમાં એકાદ પ્રહર પૂર્વે માનવીઓની ક્રૂર કતલ થઈ હતી અને સ્ત્રીઓનાં શીલ લૂંટાયાં હતાં. મૃત મનુષ્યો તો ન જ જાગે; પરંતુ જીવંત સ્ત્રી-પુરુષો પણ હાલતાં ચાલતાં ન હતાં. એવી સ્વસ્થતાભરી શાન્તિમાં ગમે તેમ તરી રહેલા વહાણે એકાએક મોટો ઝોલો લીધો. સૂતેલાં સ્ત્રીપુરુષો ઝબકી ઊઠ્યાં. કેટલાક પુરુષોએ ગમે તેમ ફેંકાયેલાં હથિયાર તરફ નજર નાખી. પરંતુ આવેશભર્યા ભોગ ભોગવી શિથિલ બની ગયેલા પુરુષોમાંથી ઘણાને તો એમ જ થયું કે એ અસ્વસ્થ તંદ્રામાં મૃત્યુ આવે તોય ઊઠવું નહિ. વહાણ ખડક સાથે અથડાયું ન હતું એટલી તો તેમની ખાતરી થઈ હતી. એકાએક મોની ગતિમાં ફેરફાર થાય ત્યારે વહાણ આવો ઝોલો ખાય એ સ્વાભાવિક હતું. પરંતુ એ મોજાંની ફેરવાયેલી ગતિનું પરિણામ ન હતું એમ તત્કાળ સહુને સમજાયું; વહાણમાં માણસોની ભરતી થતી હોય એમ લાગ્યું. ગઈ કાલના ગુલામોને ગુલામીમાંથી છૂટવા પૂરતો જ ગઈ કાલ વિચાર હતો. એ ગુલામી પાછી ન આવે એ વિચાર તેમને અત્યારે થયો. ધીમે ધીમે બોલાબોલ અને બૂમાબૂમ પણ વધ્યાં. હથિયારો પણ ખખડ્યાં અને શંખનાદે સહુની ખાતરી કરી કે આર્યનાયકના વહાણે રોમન વહાણને