પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૩૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૮:ક્ષિતિજ
 


પકડી લીધું હતું. આર્યોની ચોકીમાંથી ભાગી ગયેલાં વહાણ અને વણવટીઓને ગ સજા થશે ? ગુલામોને દેશપરદેશ શા ? સ્વદેશનાં નામ અને સ્વદેશનાં પ પણ ભ્રમણા સરખાં જ તેમના મનમાં જીવતાં હતાં. રોમનોની ગુલામી કરતાં આર્યોનું દાસત્વ વધારે ખરાબ ન હતું. ગુલામોને ભારે ભય ન લાગ્યો. શંખનાદ સાંભળી ઉત્તુંગ ઊભો થઈ ગયો. તેણે તો ક્ષણભર પણ આંખ મીંચી ન હતી. આંખ મીંચાતાં તે સદાની મીંચાવાનો સંભવ હતો. ક્ષમા તેને કદી માફ ન કરે. પ્રકૃતિદીધું પુરુષસહજ બળ જ તેને ક્ષમા સામે બચાવી રહ્યું હતું. ‘ઉત્તુંગ ક્યાં ?’ બહારથી અવાજ આવ્યો. ‘અહીં જ; આ ખંડમાં.' કોઈનો જવાબ સંભળાયો. ‘ક્ષમા નથી ?’ છે. જીવતી હોય તો આ ખંડમાં જ હોય.' સુખાસનને ટેકે મસ્તક મૂકી રહેલી ક્ષમાએ મસ્તક ઊંચક્યું. માંજાર સરખી ચોખ્ખી ચળકતી આંખે તેણે અવાજ તરફ દૃષ્ટિ ફેંકી. એ બાજુ બારણું ફટાબાર ઊઘડી ગયું અને તેમાંથી ઉલૂપી ખંડમાં ધસી આવી. ક્ષમાને અને ઉત્તુંગને બંનેને જીવતાં નિહાળી તે જરા ખમચાઈ. સુબાહુ પાછળ જ ઊભો હતો. સુબાહુની પાછળ નૌકાસૈનિકો ખંડમાં તથા ખંડની બહાર ઊભા થઈ ગયા. ક્ષમાએ સહુને નિહાળી આંખ નીચી કરી સુખાસન ઉપર ફરી મસ્તક નાખી દીધું. ઉત્તુંગનાં ગુલામી વસ્ત્રો હજી તેના દેહ ઉપર હતાં - ફાટેલાં તોય. ઉત્તુંગના મુખ ઉપરની ક્રૂરતા હજી શમી ન હતી. ઉત્તુંગ કાંઈ બોલ્યો નહિ. સહજ ખસીને સમુદ્રમાં ઝૂકતી બારી પાસે તે ઊભો. ઉત્તુંગે જવાબ ન આપ્યો. રોમનોની માફક ઉલૂપી અને સુબાહુ બંનેને હણી નાખવા તે ઉત્સુક હોય એમ તેના મુખ ઉપરથી લાગ્યું. ‘ઉત્તુંગ !’ ફરીથી ઉલૂપીએ ઉત્તુંગને સંબોધ્યો. ‘ઉત્તુંગ અહીં નથી.’ ઉત્તુંગે જવાબ આપ્યો. ‘શું ?’ ઉલૂપીએ સહજ ચમકીને પૂછ્યું. ‘ઉત્તુંગ જીવતો નથી; એ તો મરી ગયો.’ ઉત્તુંગે કહ્યું. ‘તો મારી સાથે બોલે છે કોણ ?' ઉલૂપીએ પૂછ્યું.