પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૩૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
તોફાન ઉપર ઊગેલું પ્રભાત:૩૧૯
 

‘તારી સાથે બોલે છે એ ઉત્તુંગનું ભૂત.’ હું તો ઉત્તુંગને શોધવા આવી. ‘ઉત્તુંગની દયા ખાવા તું આવી છે ?' તોફાન ઉપર ઊગેલું પ્રભાત : ૩૧૯ ‘તારું મુખ જો ! તારો પહેરવેશ જો ! મને તારી દયા શું ન આવે ?’ ‘મારું મુખ ? મારો પહેરવેશ ?... હા... હા...’ ઉત્તુંગ અટ્ટહાસ્ય કરી ઊઠ્યો. એ અટ્ટહાસ્યે આખા સમુદ્રને જાણે હલાવી નાખ્યો હોય એમ ઉલૂપીને લાગ્યું. ‘હું માનવી લાગતો નથી ખરું ?’ ઉત્તુંગે હસી રહીને પૂછ્યું. ‘મને બીક લાગે છે કે તારી માનવતા તારી પાસે રહી નથી.’ ‘એમાં તને નવાઈ લાગે છે? ‘હા.’ ‘શા માટે ? તારી પાછળ હું મરી ફીટતો હતો. તેં મને અપાત્ર ગણ્યો અને આ તારી પાસે ઊભેલા આર્ય ટુકડાને વળગવા તેં તારા નાગને છેહ દીધો. મારા મુખમાં તારે માનવતા જોવી છે ! હું આજ સુધી માનવી કેમ બની રહ્યો એ જ મને સમજાતું નથી !' ઉત્તુંગની આંખમાંથી તિરસ્કારની ધારાઓ વરસી રહી. ‘ક્ષમા તને માનવતા આપી રહી હતી.' ‘ક્ષમા ? એ માનવતા આપે ? આખા સામ્રાજ્યનો મોહ, વિલાસ, ઘમંડ, સ્વાર્થ, કપટ અને ક્રૂરતાનાં ઓઢણાં ઓઢી રહેલી એ મોહિની! એણે મને માનવતા નહિ પણ ગુલામી આપી. એ ગુલામીનાં વસ્ત્ર તું મારા દેહ ઉપ૨ જુએ છે. અરે, એ વસ્ત્ર પણ મેં તોડ્યાં ફાડ્યાં અને મને તું દેખે છે એવો હું નગ્ન રાક્ષસ બની ગયો છું.’ ઉત્તુંગ રાક્ષસ સરખો પ્રચંડ તો હતો જ. તેના મુખ ઉ૫૨ કાળા ભમ્મર ખડકની ક્રૂરતા જ વિકસી હતી. તેણે સહુની સામે પીઠ ફેરવી. ‘મને ખબર નહિ કે આવિર્તનો એક વીર આવી ક્રૂર કતલ કરશે.' સુબાહુ બોલ્યો. ‘આર્યાવર્તનો વીર ! હું તો રોમનોનો ગુલામ હતો. ગુલામ બેડી તોડે ત્યારે રાક્ષસ બને છે એની તને ક્યાંથી ખબર હોય ? તું હજી ગુલામ બન્યો નથી. તારે હજી ગુલામો બનાવવાના છે.' ઉત્તુંગે મુખ સુબાહુ તરફ કરી કહ્યું. ‘હું કદી કોઈને ગુલામ બનાવતો નથી.' ‘તારે જગતને આર્ય બનાવવું છે. જે આર્ય નહિ તે અપાત્ર એમ