પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૩૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
:ક્ષિતિજ
 

તોફાન ઉપર ઊગેલું પ્રભાત:
 

તોફાન ઉપર ઊગેલું પ્રભાત ૩૨૧ ‘ઉલૂપી ઉપર તું પ્રેમ દર્શાવે છે. ક્ષમા ઉપર પણ મેં પ્રેમ દર્શાવ્યો, સમજ. પછી ઉલૂપી તને જંજીરમાં જકડે, ઉલૂપી તને વહાણનાં હલેસાં સાથે બાંધે, અને તારા પ્રેમને ઠોકરે મારી જગતભરમાં નાગપ્રજાનું વર્ચસ્વ સ્થાપવા નાનામોટા સ્પર્શ અને પ્રેમઉપચારની આખી શ્રેણીને બાળી નાખે. તું શું કરીશ ?” ‘તું કહેવા શું માગે છે ?' ‘હું એમ કહેવા માગું છું કે રોમન ઘમંડ ઉપર ઘા કરનાર વિજય મેળવનાર ઉત્તુંગને એની લૂંટ લઈ જવા દે. અને તું આવ્યો એમ પાછો ચાલ્યો જા.’ ‘સમુદ્ર ઉપર મારી સત્તા છે.’ ‘સત્તા માત્ર લૂંટ !’ ‘લૂંટ નહિ, ૨ક્ષણ.’ ‘તે તું આર્યોનું જગતભરમાં રક્ષણ ફેલાવવા જાય છે, નહિ ? રોમનો પણ એ જ માગે છે.’ ‘રોમનો અરોમનોને ગુલામ બનાવે છે. હું સર્વને આર્ય બનાવીશ. મારા આર્યત્વમાં કોઈ અનાર્ય રહેશે જ નહિ.' ‘જવા દે એ ઘમંડ. આર્યોમાં તું અસ્પૃશ્યો ઊભા કરીશ.’ ‘તારી સહાયે આવનારને તું ઠીક બદલો આપે છે ! અમે તને ગુલામીમાંથી છોડાવત એ તું ભૂલી જાય છે.' ઉલૂપીએ કહ્યું. પાછો તમારો દાસ બનાવવા. મને રાક્ષસ રહેવા દો. મને કોઈ સહાય ન આપશો. તાકાતથી જે મળશે તે હું લઈશ; અને તાકાત નહિ હોય ત્યારે જંગલના વાઘની માફક લડતાં લડતાં મરીશ.’ ઉત્તુંગ બોલ્યો. ‘તારાથી લડી શકાય એમ છે જ નહિ. તારા બધા સાથીદારો માટે હસ્તક છે.' સુબાહુ બોલ્યો, તેને ભય લાગ્યો કે ઉત્તુંગ ઘેલો બની ગયો છે. ‘હું મારા બળ ઉપર ઝૂરું છું, સાથીદારોના બળ ઉપર નહિ.’ ઉત્તુંગે કહ્યું. ‘ઉત્તુંગને પકડી મારી પાસે લાવો.' ઉલૂપીએ પાછળ ઊભેલા સૈનિકોને આજ્ઞા કરી. સૈનિકો આગળ ધસ્યા. ઉત્તુંગે સહુને અટકાવવા હાથ લંબાવ્યો, અને પછી હસીને કહ્યું : ‘તું મને રોમનોથી છોડાવવા આવી છે ? હું સહુથી છૂટો થાઉં છું. અને તે મારા જ બળથી.' કહી ઉત્તુંગે બારીને કઠેરે ચઢી વીજળીની ઝડપે સમુદ્રમાં ઝંપલાવ્યું.