પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૩૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૨:ક્ષિતિજ
 


ન સુબાહુ અને ઉલૂપી બારી તરફ દોડમાં. દૂર આધાર નાનાં મોટાં વહાણોનો એક મોટો કાફલો હાલી ઝૂલી રહ્યો હતો. સમુદ્રનાં પાણીમાં ઉત્તુંગ પડ્યો અને પાણીનો એક ફુવારો ઊડ્યો. તે જ ક્ષણે મોજું વધારે બળથી ઊછળી રહ્યાં. ઉત્તુંગ પાણી ઉપર એક ક્ષણ દેખાયો, ન દેખાય અને પાછો અદૃશ્ય થઈ ગયો. એ જ સ્થળે વહાણને ટક્કર મારતો એક મગરમચ્છ ટાપુ સરખો તરી આવ્યો. આસપાસનાં વહાણ સાથે રોમન વહાણ પણ હાલી ઊઠ્યું, મગરમચ્છ એ વહાણને ધક્કો મારી ઉથલાવે એવો પણ સંભવ લાગ્યો. આસપાસની નાની નાની હોડીઓ ડૂબવાની તૈયારી કરતી હોય તેમ મગરમચ્છની પાસે હાલતી ડોલતી ધસી આવી અને તેમાંથી મગરમચ્છના દેહ ઉપર દોરડાં બાંધેલા ભાલા અને અંકુશો પડવા લાગ્યા. ‘ઉત્તુંગ તો દેખાતો નથી.’ ઉલૂપી બોલી. ‘હું એની જ શોધ કરાવું.' સુબાહુએ પોતાની બંને હથેળી તથા આંગળીઓ ભેગી કરી શંખઆકૃતિ બનાવી અને સહુનું ધ્યાન ખેંચાય એવો સૂર ઉપજાવ્યો. મગરમચ્છ સાથે મથન કરી રહેલી હોડીઓમાંની એક ચપળતાથી ઊછળી વહાણ નજીક આવી. ‘જો સુરેખ ! ઉત્તુંગે સમુદ્રમાં ઝંપલાવ્યું છે.' સુબાહુએ મોટા અવાજે કહ્યું. દરિયાનો વિસ્તાર અને વહાણની ઊંચાઈ ધીમી વાતને અશક્ય બનાવતાં હતાં. થઈ. ‘જી, મેં જોયું.’ સુરેખ નામના એક આર્ય નાવિકે જવાબ આપ્યો. ‘એની શોધમાં પાંચ હોડકાં રોકો.' ‘જી. પણ આ મચ્છને દૂર કરવો પડશે.’ ‘એની હરકત નથી. પહેલાં ઉત્તુંગને શોધી લાવો.' સુબાહુની આજ્ઞા વહાણ આગળ નાનકડાં રમકડાં સરખી દેખાતી હોડીઓમાંથી પાંચેક હોડીઓ મગરમચ્છને અને સમુદ્રને ન ગણકારતી મોજાંને હેલકારે ચડી પડી આસપાસ ઘૂમવા લાગી. બીજી હોડીઓમાંથી પડતા ભાલાએ થોડી ક્ષણમાં મગરમચ્છને સમુદ્રના ઊંડાણમાં ઊતરવાની ફરજ પાડી. મોટા તરતા બેટ સરખું જળચર ભારે ગતિ પ્રગટાવી સમુદ્રના ઊંડાણમાં ઊતરી પડ્યું. પરંતુ ઊતરતાં ઊતરતાં તેણે પોતાના પુચ્છને હલાવ્યું અને વહાણના આખા કાલાને તેણે ધ્રુજાવી નાખ્યો. તેની ગતિએ મોજાંને પણ ખૂબ ઊંચનીચે ચઢાવ્યાં; અને સુકાન ઉપર દક્ષ સુકાનીઓ ન -