પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૪૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૬:ક્ષિતિજ
 


આપ્યું ન હતું. સુબાહુ અને ઉલૂપી આમ વિજય મેળવી ભેગાં ઊભાં રહે એ દૃશ્ય અસહ્ય હતું. પરંતુ ક્ષમાના દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી તે હાર કબૂલ કરે ભયંકર રાત્રીમાં ભય પામતું મન દિવસ ઊગતાં જોરમાં આવે છે. ઉત્તુંગને ગુમ કરનાર આ ક્ષમા મારા પ્રદેશની અપરાધી છે. ક્ષમ પાસે આવતાં ઉલૂપીએ કહ્યું. ‘તું આવી માટે તો ઉત્તુંગ ગુમ થયો. એના આત્મઘાત માટે હું નિહ પણ તું ગુનેગાર છે.' ક્ષમાએ જવાબ આપ્યો. ‘બંને મારા ગુનેગાર. ઉત્તુંગ અને ક્ષમા બંને મારા બંદરેથી મારી ચોકી ચૂકવી મારા સમુદ્રમાં મારી આજ્ઞા વગર જનારાં...' સુબાહુ બોલ્યો. ‘તારો સમુદ્ર ?’ ક્ષમાએ પ્રશ્ન કર્યો. ‘હા, આર્યાવર્તને વીંટતું મહાજળ એ મારો પ્રદેશ છે.’ ‘એ તારા પ્રદેશમાં ઉત્તુંગે શું કર્યું તે તેં જોયું કે નહિ ?’ ક્ષમાએ ‘એણે શું કર્યું એ મેં જોયું નથી.’ ‘આખા વહાણમાં પડેલાં શબ ઉપર થઈને તો તું આવ્યો.' ‘એ કતલ ઉત્તુંગે કરી શું ?’ ‘ઉત્તુંગે અને ઉત્તુંગના ઉશ્કેર્યા ગુલામોએ.’ ‘મને લાગે છે કે ગુલામ બનાવનારની કતલ કરવાનો ગુલામોને હક્ક છે.' સુબાહુ બોલ્યો. પૂછ્યું. ‘પણ આ કતલ તો એમણે રોમનોની કરી છે !' ક્ષમાએ રોમનોની અવધ્યતા ઉપર ભાર મૂકી કહ્યું. ‘જે ગુલામ બનાવે તે ગુલામને જ હાથે મરે. ભલે ને પછી તે રોમન હોય કે આર્ય હોય.' કહ્યું. ‘અને રોમન સ્ત્રીઓ ઉપરના અત્યાચારનું શું ?’ ‘હું સ્ત્રીને ઓળખું છું; રોમન સ્ત્રીને નહિ.’ ‘રોમન સ્ત્રીને ન ઓળખતો હોઉં તો તેમને હણી નાખ. મારા સુધ્ધાં ગુલામોના બળાત્કારનો ભોગ બનેલી રોમન સ્ત્રીઓ હવે રોમ નહિ જાય.' ‘મારા પ્રદેશમાં સ્ત્રી, બાળક અને વૃદ્ધ અવધ્ય મનાય છે.’ સુબાહુએ ‘હું.’ ક્ષમાએ તિરસ્કારભર્યું સ્મિત કર્યું અને તે ઊભી થઈ. તેનો દેહ દુખતો હતો.