પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૪૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૮:ક્ષિતિજ
 


જોયું અને ઓરડાની બહાર નીકળી ગઈ. એકલી ક્ષમાને જવા દેવાય એમ ન હતું. તેની પાછળ ચાર રક્ષકો ગયા. નાસવાનો માર્ગ હતો જ નહિ. પરંતુ આત્મઘાતનાં પણ સાધન ન મળે એની કાળજી રાખવાની હતી. વહાણના ઓરડામાં ઉલૂપી અને સુબાહુ એકલાં પડ્યાં. ઉલૂપીએ કહ્યું : ‘તારાં મૃગચર્મ જો અને અહીંના ગાલીચા જો કેટલી મોજ રોમનો માણે છે ?’ નથી.’ ‘મૃગચર્મ મને વધારે સુંવાળાં લાગે છે.’ ‘ઉત્તુંગ હજી જડતો નથી.’ ‘હું એને ઓળખું છું; એ જડવા પડ્યો નથી.' ‘એનું શું થયું હશે ?’ ‘ક્ષમા કે ઉત્તુંગ એ બેમાંથી કોઈ જલદી મરી શકે એમ હું માનતો ‘કારણ ?’ ‘એમનામાં એમની આખી પ્રજા જીવે છે. આખી પ્રજાને મારવી મુશ્કેલ છે; પ્રજા આત્મઘાત પણ ન કરે.' મને તો થાક લાગ્યો છે. ઉલૂપી બોલી અને એક સુખાસન ઉપર સૂતી. ‘મને પણ ઉજાગરો લાગે છે.' સુબાહુએ કહ્યું. ‘તું પણ સૂઈ જા.’ ‘હજી તો સવા૨ હમણાં જ પૂરું થાય છે, મારી પ્રભાતસંધ્યા હજી બાકી છે.' ‘તારે જવું હોય તો જા. હું તો આ રોમન વહાણમાંથી ખસવાની નથી.’ ‘કેમ ? ‘મને બહુ ગમ્યું.’ ‘યુદ્ધમાંથી પાછો આવીશ ત્યારે તને એક આવું જ વહાણ બંધાવી ભેટ આપીશ.' અને હું તને શાની ભેટ આપું ?’ ઉલૂપીએ આંખ તો મીંચેલી જ હતી. સુબાહુએ આગળ વાત કશી કરી નહિ. તેણે ઊભા થઈ સમુદ્ર ઉપર દૃષ્ટિ નાખી. તેનો નૌકાસમૂહ સમુદ્ર