પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૪૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
તોફાન ઉપર ઊગેલું પ્રભાત:૩૨૯
 


ઉ૫૨ ઝૂલતો ઝૂલતો નૈઋત્ય ખૂણા તરફ આગળ વધતો હતો. એક આસન પાછળ તેણે પાંખોનો આખો ફફડાટ સાંભળ્યો. ઉલૂપીની નિદ્રાનો ભંગ ન થાય એ માટે તેણે ધીમે રહી ત્યાં નજર નાખી. એક સ્થાને ક્યારથી બેસી રહેલું એક કબૂતર બહાર નીકળવાની તીવ્ર ઇચ્છા છતાં ભયનું માર્યું બહાર નીકળી શકતું ન હતું. અધીરાઈ-અકળા- મણમાં તેનાથી પોતાની પાંખ સહજ વીંઝાઈ ગઈ. સુબાહુએ તેને મૈત્રીભર્યો હાથ આપ્યો, પરંતુ કબૂતરે અસ્વસ્થ બની પાંખ વધારે ફફડાવી. ‘શું છે ?’ ઉલૂપીએ આંખો મીંચી રાખી પૂછ્યું. ‘જે હશે તે તું સૂઈ રહે.’ ‘કબૂતર લાગે છે.’ ‘હા.’ ‘કોઈ સંદેશો લાવ્યું કે લેઈ જતું હશે.’ ‘હું તે જ જોઉં છું.’ થોડી ક્ષણ ઉલૂપી સૂઈ રહી. સુબાહુએ બહુ જ ધીમેથા શાય શરૂ કરી. એક તકિયા નીચેથી તાડપત્ર મળી આવ્યું. મીંચેલી આંખે ઉલૂપીએ પૂછ્યું : ‘કાંઈ જવું ?’ ‘તારે સૂવું ન હોય તો આંખ ન મીંચીશ.’ ‘મીંચેલી આંખે પણ હું જોઈ શકું છું.’ સ્મિત કરીને ઉલૂપી બોલી. તેની આંખો ઉઘાડી ન હતી. સુબાહુ ઉલૂપીના સ્મિતભર્યા મુખ સામે જોઈ રહ્યો. ઉલૂપીના મુખ ઉપર આખા નાગપ્રદેશનું સૌંદર્ય પ્રતિબિંબિત થયેલું સુબાહુએ નિહાળ્યું. નીલમ સરખી વનરાજી, ઘટાભર્યા વૃક્ષસમૂહ, આસમાનમાં ભૂરી ભાત પાડતી ડુંગરમાળ, ધસમસતી, ધોધમાં ઊછળતી સરિતા, ભર્યાં ભર્યાં વનદર્પણશાં સરોવરો, વૃક્ષડાળે ઝૂલતાં શુકસારિકા અને ગગનપટ વીંધી મીઠાશ વેરતી કોકિલાના ટહુકા ઃ એ સર્વનું જાણે સંમિશ્રણ ઉલૂપીના મુખ ઉપર થતું લાગ્યું. સાથે સાથે વનમાં ભય પમાડતાં એકાન્ત પણ ઉલૂપીની આસપાસ છવાયલાં દૃશ્યમાન થયાં. એ એકાન્તમાં ઘુવડનો હુંકાર, નાગની ચળકતી કાળાશ, વ્યાઘની તગતગતી આંખ, દાવાનળનો તાપ અને ઝંઝાવાતના સુસવાટ પણ સંભળાતા અને દેખાતા હતા. પ્રકૃતિ આ સર્વનો મેળ સાધે છે; માનવીને એ મેળ સાધતા આવડતું