પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૪૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૦:ક્ષિતિજ
 


નથી ! ‘મને જુએ છે કે પત્રને ?' ઉલૂપીએ આંખો મીંચીને જ કહ્યું. ‘તને.’ ‘થાકે ત્યાં સુધી જોયા કર.' ‘તને જોતાં હું કદી થાકતો નથી.' ‘જુકો.’ ‘પણ... જ્યારે જ્યારે હું તને આમ જોઉં છું ત્યારે ત્યારે મને તારો ભય લાગે છે.' ‘કારણ ?’ ‘તું વનના અર્કસમી લાગે છે.' ‘એટલે ?’ ‘આખા વનનું મંથન કરીને જાણે તને ઘડી ન હોય ?' ‘એમ જ છે.’ ‘એટલે જ તારી પાસે આવતાં મને બીક લાગે છે.’ ‘બીક મટે ત્યારે આવજે. પણ પેલો પત્ર તો હવે વાંચ ?’ ‘વાંચી લીધો છે. તું જક કરીને મારી સાથે આવી. એ પત્ર મને અને તને જુદાં પાડશે.' ‘શું ? શું કહ્યું ?’ આંખ પૂરી ઉઘાડી ઉલૂપીએ પૂછ્યું. ‘ક્ષમાનું વહાણ દક્ષિણે કેમ જતું હતું તે સમજાયું ?’ ‘ના.’ આંધ્રો આપણી સામે થાય છે.' ‘એ તો જાણીતી વાત છે. મારો આખો નાગપ્રદેશ તેમને રોકશે.’ ‘પણ ક્ષમા દક્ષિણમાં જાય તો ?' ઉલૂપી બેઠી થઈ ગઈ અને બોલી : ‘એને સાથે લઈ લે.’ ‘નહિ આવે.’ ‘તો એને ડુબાડ દરિયામાં.' ઉલૂપી કંટાળીને બોલી. તે જ ક્ષણે ક્ષમાએ ઓરડામાં પ્રવેશ કર્યો. એ ક્યારની બહાર ઊભી રહી હતી. ઉલૂપીને આંખો મીંચી સૂતેલી જોઈ તે જરા બહાર અટકી ગઈ. બંનેનાં મન અને મુખમાં તેણે અનુકૂળ પ્રેમભાવ નિહાળ્યો. રોમનોની - કહો કે સારાય જગતની રીત પ્રમાણે અનુકૂળતાવાળાં પ્રેમીઓ એકાન્તમાં મળે