પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૪૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
તોફાન ઉપર ઊગેલું પ્રભાત:૩૩૧
 


તો આટલાં અળગા કેમ રહે એની તેને સમજ પડી નહિ. પ્રતિકૂળતા, અપમાન, અભાવ છતાં ઉત્તુંગના સ્પર્શની કોઈ કોઈ ક્ષણ વિદ્યુતપ્રેરક હતી. એ તેને યાદ આવ્યું. અશિષ્ટ અણગમતો ઉત્તુંગ પૌરુષભર્યો હતો... અને અંતે છેલ્લે સરવાળે... સ્ત્રી પુરુષદેહ માગે છે અને, પુરુષ સ્ત્રીદેહ માગે છે એથી વિશેષ સત્ય કયું ? અને તોય આ સુબાહુ શાને દૂર રહેતો હતો ? વિચારમાં પડેલી ક્ષમાએ પોતાને ડુબાડવાનું સૂચન સાંભળ્યું અને તેણે અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કરી તે ઉલૂપી પાસે આવી અને બોલી ઃ ‘હું એ જ માગું છું. મને દરિયામાં ડુબાડો.' મારા દરિયામાં એ ન બને. સુબાહુએ કહ્યું. 'તારા દરિયામાં એથી વધારે ભીષણ દુષ્કર્મો થયાં છે.' ‘ક્ષમા ! તારે દક્ષિણમાં જવું છે ?' સુબાહુએ વાત બદલી. તેની ઇચ્છા દક્ષિણમાં જવાની તો હતી જ. તેણે એ જ માર્ગ લીધો હતો. અને ગુલામોનું તોફાન ન થયું હોત તો આ વહાણ ઝડપથી દક્ષિણે ઊતરી પણ ગયું હોત. અત્યારે તો વહાણ પૂર્વ ભણી ધકેલાતું હતું ! ‘મારામાં કશી ઇચ્છા જ રહી નથી. તને ફાવે તેમ કર.’ ક્ષમાએ કહ્યું. ‘તને દક્ષિણમાં બોલાવી છે.’ ફરજે.’ ‘કોણે ?’ ‘તારા રોમનોએ; આંધોને સહાય કરવા.' ‘હું ન માનું.’ ‘છતાં મારે તને દક્ષિણમાં મોકલવી છે. ઉલૂપીનાં વહાણ જોડે પાછી ‘ક્યારે ?’ ‘આજે. અબઘડી હું ઉત્તરે ચઢી જઈશ. તમે દક્ષિણે જાઓ.' ‘સુબાહુ, તને મૂકીને મારે ક્યાંઈ જ જવું નથી.’ ઉલૂપી બોલી. ‘ક્ષમાની થોડી સંભાળ રાખ. હું વહાણો જોઈ આવું.’ સુબાહુએ કાંઈ જવાબ ન આપતાં કહ્યું, અને ત્યાંથી બહાર નીકળ્યો.