પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૪૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
 


વિયોગ
 


ઉલૂપી અને ક્ષમા એકબીજાની સામે જોઈ રહ્યાં. જગતનું સ્ત્રીત્વ બે રૂપ ધારણ કરી સામસામે દુશ્મનના ખેલ ખેલી રહ્યું. ઉલૂપીને ક્ષમાની ભૂરી આંખો ફોડી નાખવાની પ્રબળ ઇચ્છા થઈ આવી, તો ઉલૂપીની સૌષ્ઠવભરી ડોક વહેરી નાખવાની ક્ષમાને ઊર્મિ થઈ આવી. નથી.’ માફક.’ થાક.’ ‘તું જીતી, નહિ ?’ ક્ષમાએ પૂછ્યું. ‘હું ? કોની સામે ?’ ઉલૂપીએ પૂછ્યું. ‘મારી સામે.’ ‘તારે અને મારે છે શું ? તું મારી દુશ્મન નથી.’ ‘ભૂલ ન કરીશ. તારી સાચી દુશ્મન જ હું છું.’ ‘તારે એમ માનવું હોય તો ભલે માન - જોકે મને તું જરાય ગમતી ‘આટલી રૂપાળી હું છું તોય ?’ ‘માટે જ તું નથી ગમતી. રૂપ મારી આંખને થકવે છે - ઝાંઝવાની ‘એકલી આંખને નહિ, તારા આખા જીવનને એ રૂપ થકવશે !' થકવશે ત્યારે હું તને કહીશ.' ‘તું ભલે કહે કે ન કહે, તારો થાક હું જોઈ શકી છું.' ‘તેં ક્યારે જોયો ?’ ‘સુબાહુએ આવી ઉત્તુંગને તારી પાસેથી ખૂંચવ્યો એ તારો પહેલો ‘ઉત્તુંગનું નામ દેતાં તું શરમાતી નથી ?’ ‘ના. ઉત્તુંગ મને મળ્યો એ બીજો થાક.’ ‘તને મળ્યો ? કે તેં એને ગુમાવ્યો ?’ ‘મને મળ્યો, અને મેં ગુમાવ્યો... અને હવે તને જીવનભરનો ત્રીજો થાક લાગશે - જો મને જીવતી રાખીશ તો.’ ‘કેવી રીતે ?’