પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૪૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૪:ક્ષિતિજ
 


સૈનિકો પાછા વળ્યા, અને દૂર લગભગ ન દેખાય એમ છેટે ઊભા રહ્યા. ‘તું કહે કે સૈનિકોની જરૂર નથી. સૈનિકો એમ માનતા નથી.’ ક્ષમાર્ચ એક સુખાસન ઉપરથી બીજા સુખાસન ઉપર બેસતાં કહ્યું. ‘આર્યોને રોમનો ઉ૫૨થી વિશ્વાસ ઊઠી ગયો છે.' ઉલૂપી બોલી. ‘તું આર્ય બની પણ ગઈ !' ‘આર્યો અને નાગ જુદા નથી !' ‘માટે તને સુબાહુ દૂરની દૂર રાખે છે, નહિ ?' ‘તને કોણે સંઘરી ?' ‘મારે જોઈએ તે હું મેળવી લઉં છું...’ ‘દૃષ્ટાંત તરીકે ઉત્તુંગ...' ‘હા, હા. ઉત્તુંગમાં એક સાચો પુરુષ મને મળ્યો ! અહા ! ગઈ રાત... ઉત્તુંગને કેમ વીસરું ? આખી કામકલાનો એ જાણકાર... ઉલૂપી. ઉત્તુંગને જતો કરવામાં જ તે જીવનની મોજ ગુમાવી...’ તે ક્ષમા બોલતાં બોલી ગઈ, પણ તે એકાએક ચમકી ઊઠી. શું તે સાચું બોલતી હતી ? કે ઉલૂપીને ઉશ્કેરવા માટે જૂઠું બોલતી હતી ?... અગર બળાત્કારની શરમ ટાળવાને તે નફટાઈનો આશ્રય લેતી હતી ? ‘મેં જતો કર્યો; પણ હવે તારું શું... ? અરે હા... હ્ય, હા, હા !' ઉલૂપી ખડખડ હસી. તેના હાસ્યમાં અપમાન હતું - જાણે સ્ત્રીત્વને વ્યક્તિની કશી કિંમત જ ન હોય ! ઉત્તુંગને સ્થાને બીજો પુરુષ મળવામાં કશીય હરકત ક્ષમાને આવવાની ન હતી એવું સૂચન એ હાસ્યમાં રહેલું હતું ! એ સ્ત્રીનું અપમાન હતું ? કે રોમન સ્ત્રીનું ? સ્ત્રી અને રોમન સ્ત્રી શું જુદાં હતાં ? અલબત્ત જુદાં જ હતાં ! અત્યારે. સ્ત્રીને ગમે તે પુરુષ ચાલે. રોમન સ્ત્રીને રોમન પુરુષ જોઈએ ! માનસિક અભિમાનનો એ ઉચ્ચાર હતો. તેનો દેહ તેને દો તો નહોતો દેતો ? ઉત્તુંગનો અત્યાચાર ક્ષમાને ગમ્યો હોય એવી શું કોઈ કોઈ ક્ષણ તેને યાદ ન હતી ? કે પછી તેનું આખું જીવન આવા અત્યાચારને જ આવકારવા માટે જિવાતું હતું ? ક્ષમાને પોતાને પોતાના ઉપર ક્રોધ ચઢ્યો, ઉલૂપી ઉપર ક્રોધ ચઢ્યો, જગતની આખી સ્ત્રીજાત ઉપર ક્રોધ ચઢ્યો, માનવજાતના ભાગ્યને દોરતી દેવદેવીની શ્રેણી ઉપર તેને ક્રોધ ચઢ્યો ઃ દેવદેવી પણ આવા બળાત્કારને તેમના દિવ્ય જીવનના અંશ તરીકે