પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સૂર્યદેહાના પ્રવાહમાં  : ૧૯
 

________________

સૂર્યદાના પ્રવાહમાં ૧૦ વાવાઝોડામાં રોમક મહાન સ્ત્રી ક્ષમા આવી પડશે એમ તેમણે ધાર્યું ન હતું. તેમની ગણતરી પ્રમાણે ક્ષમાના કાફલાને આવવામાં એકબે દિવસની વાર હતી. છતાં એ બન્ને ચાંચિયા ક્ષમાના વહાણને ઓળખી શક્યા. બુલાવામાં નાખ્યા છતાં આ તોફાને મને ઓળખાવી દીધી.... ક્ષમા મનમાં જ બોલી. વહાણની એક પાસ દુરસ્તી ચાલતી હતી, બીજી પાસ ગુર્જર ચાંચિયાઓએ બે ઘડીની મહેતલ આપી હતી. રોમક નાવના સંરક્ષણ અર્થે સાથે આવેલાં વહાણ છૂટાં પડી ગયાં હતાં. વાવાઝોડામાં તે ક્યાં ઘસડાઈ ગયાં તેની ખબર પણ ક્ષમાને રહી નહિ. સુબાહ અને સુકેતુ તેમના જાણીતા જળપ્રદેશમાં ક્ષમાના વહાણને બંદરે અડક્યા પહેલાં પકડી પાડે તો ? રોમની નાગરાણી વગર યુદ્ધ વહાણ સોંપી શકે જ નહિ. અને પોતાની સાથે રાખેલા અંગરક્ષકો-પુરુષ અને સ્ત્રી-શું યુદ્ધકલામાં ઓછું નૈપુણ્ય ધરાવતાં હતાં ? જગતવિજયી રોમક સૈનિક અણઘડ માછીથી હારી જશે ? ક્ષમાએ ભૂકુટિ સંકોચી. આછી ચાંદની સમુદ્ર ઉપર પથરાઈ હતી. ક્ષમાનું વહાણ ધાર્યો વેગ પકડતું ન હતું. આ ઢબે ચાલતાં ભૃગુકચ્છ પહોંચતાં સૂર્યોદય થઈ જાય. ગુર્જર વહાણ હજી દૂર દૂર દેખાતું હતું. 1 સુલક્ષ ! નકશો લાવ ને ?” ક્ષમાએ અત્યંત આદરપૂર્વક પાસે ઊભેલા એક રોમક સૈનિકને કહ્યું. “હા. શું જોવું છે?’ નકશો ખિસ્સામાંથી કાઢી સુલક્ષે પૂછ્યું. આ સામે કોઈ નદીનું મુખ દેખાય છે.” “એનું નામ તપની-સૂર્યદહા.” ક્યાં સુધી એ જશે? ‘માળવાની દક્ષિણે.” ત્રણ હોડી ઉતાર. હું સૂર્યદહાને રસ્તે નીકળીશ.” અને વહાણ ?” ‘આગળ જશે - જેમ ધાર્યું છે તેમ.” ‘તારા વગર ? અલબત્ત. શિશિરનેર બોલાવ.' સુલક્ષે પાસે ઊભેલા બીજા સૈનિકને આજ્ઞા કરી. બન્નેને વિચિત્ર ૧. સેલ્યુકસ. ૨. સિસેરો