પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૫૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૬:ક્ષિતિજ
 


‘ક્ષમા, આપણે ત્રણે મળી એક નિશ્ચય કરીએ. જગતમાં કોઇ ૨ નહિ અને કોઈ રડાવે નહિ એવી સ્થિતિ ઉત્પન્ન કરીએ તો ?' સુબાહુએ કહ્યું. ‘એ ન બને.’ ક્ષમાએ કહ્યું. ‘કેમ ?’ ‘ઉલૂપી મને રડાવવા માગે છે. હું એને રડાવવા માગું છું. હું અને તું મિત્ર બની શકીએ. પણ હું અને ઉલૂપી દુશ્મન જ રહેવાનાં.' ક્ષમાએ કહ્યું. ‘તું ધારે છે એવી ઉલૂપી ક્રૂર નથી.’ ‘તો ઉલૂપીને પાછી મોકલ. મને સાથમાં લે. તારી અને રોમનોની વચ્ચે સંધિ કરાવી આપીશ. રોમ અને આર્યાવર્ત લડે એ હું સહી શકતી. નથી.’ ક્ષમાએ કહ્યું, અને ઉલૂપીની આંખ ચમકી ઊઠી. તેનાથી બોલાઈ ગયું. ‘હું સુબાહુને મૂકીને કશે જવાની નથી - નહિ ઉત્તરમાં કે નહિ દક્ષિણમાં.’ ‘અને મને ખડખડાટ હસી રહી હતી ! પુરુષોનો બળાત્કાર સાંભળ્યો છે - અનુભવ્યો પણ છે ? સ્ત્રીઓનો બળાત્કાર ઉલૂપી શીખવી રહી છે. સુબાહુ, મને તારી મને તારી દયા આવે છે.’ ક્ષમાએ હસીને કહ્યું. પોતાની મોટી આંખ ઉલૂપી તરફ ફેરવતી હતી.. ઉલૂપીની આંખમાંથી અગ્નિ વરસ્યો. સુબાહુએ કહ્યું

‘હું તમને બંનેને મારા વહાણમાં આવવા આમન્ત્રણ આપું છું, આ લોહિયાળ વહાણમાં આપણાથી બેસી શકાશે નહિ.' ‘હું મારું વહાણ છોડવાની નથી. લોહીના ડાઘા રહેવા દો. લાટ સમુદ્રમાં થયેલા અત્યાચારોની સાક્ષી આ વહાણ જ્યાં જશે ત્યાં પૂરશે.' ક્ષમાએ કહ્યું. ‘એ વહાણને વિશુદ્ધ કરીને પછી બીજે જવા દઈશું. અત્યારે ચાલો.' સુબાહુએ કહ્યું. મરેલા રોમનો જીવતા કર. અત્યાચારપીડિત સ્ત્રીઓની ગઈ રાત અલોપ કરી દે. મારા ગુલામોને - ઉત્તુંગ સહ - પાછા આપ. વહાણ ત્યારે વિશુદ્ધ થશે.' ક્ષમાએ કહ્યું. ‘દોષ તારો અને તું એ સુબાહુને માથે નાખ ! સ્વાર્થી તો બધા જ હોય. પણ આવી શિરજોરી સાથેનો સ્વાર્થ તો પશ્ચિમમાં જ જોયો !' ઉલૂપી બોલી ઊઠી.