પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૫૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિયોગ:૩૩૭
 


ઉલૂપી, ક્ષમાને અહીં જ બેસી રહેવા દઈએ. એને શાન્તિની જરૂર છે. ચાલ.' સુબાહુએ કહ્યું. ઉલૂપીએ સુબાહુ સાથે જવામાં ભારે તત્પરતા બતાવી. એટલું જ નહિ; જતે જતે તેણે સુબાહુના હાથને પકડી લીધો. ક્ષમા એ જોઈ સહુને સંભળાય તેમ હસી. ઉલૂપીએ મુખ ફેરવ્યું. ‘એની સામે અત્યારે ન જોઈશ.' સુબાહુએ કહ્યું. ‘કેમ ?’ ‘નિરાધારના ક્રોધ કે હાસ્યમાં જોવા જેવું કાંઈ જ હોતું નથી.' ‘ક્ષમાને તે નિરાધાર માને છે ?’ તું ‘અત્યારે તો ખરી જ.’ ‘રોમના સર્વ સૈનિકો કરતાં તે વધારે શસ્ત્રસજ્જ છે.’ ‘માટે જ હું તને એની ચોકી સોંપું છું. આજે જ એને લઈ તું પાછી જા.’ ‘ક્યાં જાઉં તને મૂકીને ?’ ‘કેમ ? મેં તને કહ્યું હતું કે તું ક્ષમા સાથે દક્ષિણે પાછી જા. શુયરિકમાં મારું થાણું છે. ત્યાં રહેવું અનુકૂળ પડશે.’ ઉલૂપીએ ક્ષણભર ઊભા રહી સુબાહુના મુખ સામે જોયું. ચકોર જાણે અસ્ત પામતા ચંદ્રને જોઈ રહ્યું ન હોય ! કલ્પનાની સૌન્દર્યમૂર્તિ ઘડાઈ રહે ત્યાં તો તે ઓગળી જાય અને મૂર્તિ ઘડનાર એનાં વિખરાતાં અંગો વિષાદપૂર્ણ દૃષ્ટિએ જોઈ રહે એમ ઉલૂપી સુબાહુ સામે જોઈ રહી. ‘શું જોઈ રહી છે ?’ સુબાહુએ પૂછ્યું. ‘તને. તું ખોવાઈ જાય છે.’ ઉલૂપીએ કહ્યું. ‘કેવી રીતે ?’ ‘આ પશ્ચિમ સાગર તને ગળી જાય છે.’ ‘એ સાગરને હું પી ગયો છું.’ ‘સાગર નહિ તો આકાશ તને ઓગાળી નાખે છે.’ ‘બીકણ ! ઉલૂપીમાં ભય વસતો હશે એની મને ખબર ન હતી.' ‘મને સાથે રહેવા દે પછી મારો ભય જતો રહેશે.’ ‘તું સદાય મારી સાથે જ છે !’ ‘જુઠ્ઠો. મારો ખપ જ નથી તને !’ ૧. હાલનું સોપારા