પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૫૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિયોગ:૩૩૯
 


પરિણામની મને ખબર નથી. મને તેની પરવા પણ નથી. હું તો અત્યારે એટલું જ જોઈ રહી છું કે તું મને અપમાન આપી રહ્યો છે.’ સુબાહુ અને ઉલૂપી વહાણને કિનારે આવી ગયાં. વિશાળ રોમન વહાણને લોખંડના ચાપડાથી મજબૂત પકડી રહેલું એક બીજું નાનકડું વહાણ, અથડાય નહિ એમ સહજ દૂર ડોલી રહ્યું હતું. મધ્ય આકાશ તરફ હસતો હસતો ધસી રહેલો સૂર્ય આખા સાગરને મરક મરક હસાવતો હતો. ક્ષણભર સમુદ્રને જોઈ રહેલા સુબાહુએ ઉલૂપી સામે જોયું. ઉલૂપીના મુખ ઉપર રીસ હતી. પૂછ્યું. ‘હોડી ઉતારું છું.' એક નાવિકે કહ્યું. ‘હા. ઉલૂપીને વહાણમાં લેઈ જાઓ.' સુબાહુએ કહ્યું. ‘મને એકલીને ? તારે નથી આવવું ?' ઉલૂપીએ જરા ખોટું લગાડીને ‘તને આવકાર આપવા હું ત્યાં તારા પહેલા પહોંચી જાઉં.’ ‘શી રીતે ?’ ‘આ દોર ઉપર ટીંગાઈને.’ Hel ‘મને દૂર કરવાની શરૂઆત થઈ, નિહ ‘અંહં, એનો અર્થ કરવો હોય તો એટલો જ કે તું પહોંચે તે પહેલાં તને વધાવી લેવા હાજર રહી શકું. જીવનભર એમ હું કર્યાં જ કરું!” એક હોડી દરિયામાં ઝબકોળાઈ, અને પતંગની માફક સમુદ્ર ઉપર લોટી રહી. હોડી ઉપર એક દોરની સીડી ઊકલી પડી. ‘હું ઊતરી જાઉં ?’ ઉલૂપીએ પૂછ્યું. ‘હા.’ ‘તું પેલા દોર ઉપરથી ટીંગાઈને આવીશ ?' હા. અને હોડી કરતાં વહેલો પહોંચીશ.' ‘ઉલૂપી સીડીનાં આઠ-દસ પગથિયાં ઊતરી, અને સુબાહુએ બંને વહાણને બાંધતા લોખંડી ચાપડાના દોરને પકડ્યો. ઉલૂપીએ ઊંચું જોયું, અત્યંત સફાઈથી જરાય કદરૂપું હલનચલન ન થાય એવી સૌંદર્યભરી સરળતાથી સરકી એક વહાણમાંથી બીજા વહાણમાં જતા સુબાહુને ઉલૂપી જોઈ રહી. સુબાહુ પોતાના વહાણમાં પહોંચ્યો તે પહેલાં તો ઉલૂપી હોડીમાં ઊતરવાને બદલે સીડી ઉપર પાછી ચડી ગઈ અને વહાણને ચોટેલા દોર પાસે પહોંચી ગઈ. નાવિકો અગર સૈનિકો તેને રોકે તે પહેલાં તે દોરડે