પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૫૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૦:ક્ષિતિજ
 


વળગી પડી, અને સુબાહુની માફક એણે પણ બીજા વહાણમાં જવા માટે દોરા ઉપર જ પ્રયાણ કર્યું. સહુના જીવ ઊડી ગયા. સુબાહુની પણ આંખો ખેંચાઈ અને મુખ તંગ બન્યું. જોતજોતામાં વીજળીની ઝડપે ઉલૂપી દોર ઉપર લટકી સુબાહુના હાથમાં જ લગભગ પડી, અને સુબાહુ સામે જોઈ ખડખડાટ હસી પડી. ‘આવી હિંમત થાય ! તને ટેવ નથી. આ તો દરિયો છે. જળચર...' ઉલૂપીનો હાથ પકડી દોર તેને વાગ્યો તો નહિ હોય એમ જોતાં જોતાં સુબાહુએ કહ્યું. ‘અંહં. આમાં મોટી હિંમત ! તું કહે તો અધ્ધર ચાલીને પાછી ઉપર ચઢી જાઉ. દોર ઉપર ચાલવાનું એકલા દરિયાવાસીઓ જ જાણે છે શું ?' ઉલૂપીએ જવાબ આપ્યો. ડુંગરો, વૃક્ષો અને નદીનાળાં પાર કરવાનાં એક સરળ માર્ગ તરીકેની દોર ઉપરની ચઢઊત૨ વનવાસીઓને સફળ હતી, દરિયો તો દોર માગતો હતો, પણ જંગલીયે કળાવિહોણાં ન હતાં. ઉલૂપીને આમ સરળતાથી ઊતરી આવેલી નિહાળી સુબાહુ જરા ચિકત તો થયો. અને સ્ત્રીપુરુષ પરસ્પર ચકિત થાય ત્યારે શું પરિણામ આવે ? બંને એક બીજાની વધારે નિકટ આવે ! ઉલૂપીને ઊંચકી લેવાની વૃત્તિ રોકી સુબાહુએ માત્ર તેનો હાથ જ પકડી રાખ્યો. ‘જોયું ને ? તું જે માર્ગે જાય તે માર્ગે હું જઈ શકું છું.' ઉલૂપીએ કહ્યું. સુબાહુ આ સ્ત્રીતત્ત્વના આગ્રહને સમજી ગયો. ‘મારાથી પણ આગળ તું જઈ શકે એમ છે. માટે જ હું તને ક્ષમા સાથે પાછી ફરવા વિનવું છું...' સુબાહુએ કહ્યું. ‘એ વિનવણી હું ન માનું તો ?’ ‘તો હું આગળ વધતા વહાણ અટકાવી પાછો જઈશ. પારસીકો રોમનો સાથે લડી લેશે.’ ‘સુકેતુ ભૂમિમાર્ગે પહોંચી જશે ને ?’ ‘સુકેતુ શકસ્થાનમાં અટકી પડ્યો છે.' ‘તને કોણે કહ્યું ?’ ગઈ કાલે જ એક હોડી ‘હીંગળાજથી આપણા તરફ આવી. તેમાં ૧. બલુચીસ્તાનને પ્રાચીન કાળમાં શકસ્થાન તરીકે ઓળખવામાં આવતું. બલુચીસ્તાનના દરિયાકિનારાથી ઉત્તરે આજ પણ હિંગળાજ માતાનું મંદિર અસ્તિત્વમાં છે અને હિંદુઓના - ખાસ કરી ખાખીઓના યાત્રાધામ તરીકે જાણીતું છે.