પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૫૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિયોગ:૩૪૧
 

એ સમાચાર મળ્યા.’ ‘હીંગળાજથી ? મને કેમ ન કહ્યું ?' વિયોગઃ ૩૪૧ ‘આપણો પ્રથમ ઉદ્દેશ ઉત્તુંગ અને ક્ષમાને પકડવાનો હતો.' કિનારા ઉપરનાં દરેક સૈનિક થાણામાંથી વારંવા૨ દરિયામાં સુબાહુને ખબર મોકલવા માટેની યોજના લાંબા સમયથી ઘડાઈ ચૂકી હતી, એ યોજના દ્વારા સુબાહુ જમીન ઉપર હોય કે દરિયામાં હોય તોપણ તેના પ્રદેશોની સરહદ ઉપરથી તેના પોતાના પ્રદેશના તેમજ આસપાસનાં રાજ્યોના સમાચાર મળતાં એટલું જ નહિ, આખા સમુદ્રકિનારે સ્થપાયેલાં આર્યોનાં થાણાંમાંથી તેના તરફ સમાચારો ચાલી આવતા હતા. એ સમાચારો તેની વ્યૂહરચના અને તેના હલનચલનમાં માર્ગદર્શક થઈ પડતા. વિચિત્ર વળાંકો લેતું ક્ષમાનું વહાણ પકડવા મથન કરતા કાલાને દોરવણી આપતા સુબાહુએ જાણી જોઈને સુકેતુના રોકાણના સમાચાર જાહેર ન કર્યા. દક્ષિણમાં આંધ્રોના ઉપદ્રવની બાતમી મળી અને તે પહેલાં શકસ્થાનમાં સુકેતુના રોકાણની ખબર આવી હતી. ઉલૂપીને પાછી મોકલ- વાની જરૂર આંધ્રના ઉપદ્રવે સ્પષ્ટ બનાવી અને તેમાંયે ક્ષમાનું રક્ષણ કે રક્ષણના દેખાવ નીચેનું બંધન આવશ્યક બનતાં હતાં. સ્ત્રીને મારી શકાય નહિ એ આર્યસિદ્ધાંત સ્પષ્ટ હતો - પછી તે ભલે ભારેમાં ભારે દુશ્મન હોય. ક્ષમાને સાચવણી વગર મોકલવામાં તેની વૈરવૃત્તિ અને તીવ્રબુદ્ધિ જોખમ ભરેલાં બની જતાં હતાં. ઉલૂપીએ ઉત્તુંગની શોધ પછી પાછા ફરવાનું કહ્યું જ ન હતું. એને સુબાહુનો સાથ છોડવો જ ન હતો. રાજરમત અને યુદ્ધનો વિરોધ ઉલૂપીના હૃદયમાં જાગતો ગયો. જે રાજરમત જે યુદ્ધ તેની માનવતા - તેના સ્ત્રીત્વની વચમાં આવતા હોય તે તેને ન જ ગમે. સુબાહુ તો વર્ષોથી યુદ્ધવિરોધી બની ગયો હતો - છતાં આક્રમણકારી પશ્ચિમ સામે યુદ્ધને સ્થાને બીજો શો પ્રતિકાર મૂકવો તેની એને હજી સ્પષ્ટતા થઈ ન હતી. એટલે એ યુદ્ધને અણગમતે પણ સ્વીકારી રહ્યો હતો. ઉલૂપી અને સુબાહુની યુદ્ધવિષયક ભાવના બહુ પાસે આવવા લાગી. ‘હવે શું કરવું છે ?’ ઉલૂપીનો આખો ઉત્સાહ ઓસરી ગયો. દોરડે ઊતરી આવેલી એ ચપલા સહજ વિહ્વળ બની. ‘તું ક્ષમાને સાચવ. હું પારસીકોને - પલ્લવોને સાચવવા આગળ . ૧ આજના ઈરાનનો પ્રદેશ પલવસ્થાન પહલવસ્થાન તરીકે ઓળખાતો - જોકે પહલવો પારસીકો તરીકે પણ ઓળખાતા. ક્ષિ. ૨૨ વધું.’