પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૫૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૨:ક્ષિતિજ
 


‘ક્ષમાને શા માટે રસાચવવી એ સમજાતું નથી. 'તું એની પાસે રહીશ એટલે એનું કારણ સમજાઇ જશે.’ ‘મને એમ થાય છે કે આ બધી ઘટમાળ છોડી આપણે એક ઝૂંપડીમાં જઈ વસીએ.’ ‘તું જાણે છે કે હું ઝૂંપડીમાં જ વસું છું. મારું વહાણ પણ તને ઝૂંપડી સરખું જ લાગશે.' ઉલૂપીએ રોમન વહાણ તરફ દૃષ્ટિ કરી. ક્ષમા એક બારીએ ઊભી ઊભી સુબાહુ અને ઉલૂપીની રમત નિહાળ્યા કરતી હતી. તેના હાથમાં ધનુષ્યબાણ હોત તો બંને પ્રેમીઓને એ જ ક્ષણે વીંધી નાખત. આખી રાજરમત, આખી યુદ્ધરમત પાછળ આ વ્યક્તિઓના વલણ કેવાં વહી રહ્યાં હતાં ? એ વ્યક્તિઓનાં વલણ આખી સંસ્કૃતિના પ્રવાહ આગળ ડૂબી જવાં જોઈએ. ઉલૂપી અને સુબાહુના વ્યક્તિગત પ્રેમ ઉપર આખા રોમન સામ્રાજ્યનો ધસારો કેમ લાવી ન શકાય ? સુબાહુ અને ઉલૂપી બંને વહાણના મધ્યભાગમાં અદૃશ્ય થયાં છતાં ક્ષમા એ બારીએ જ ઊભી રહી. તે અત્યારે તો અસહાય હતી. તેની પાછળ રક્ષકોની અનિમેષ આંખો ફર્યા જ કરતી હતી. તેને માટે સુંદર ભોજન આવ્યું. તે તરફ તેણે સહજ પણ દૃષ્ટિ કરી નહિ. બારી પાસે બેસવા માટે તેની આગળ એક આસન ગોઠવાયું. ક્ષમાને એ વિવેકની જરૂર ન હતી. સૂર્યની માફક તે આખી ને આખી બળતી હતી. સૂર્ય અગ્નિપ્રવાહ બની બધે ફેલાઈ જાય તો કેવું સારું ? ક્ષમાના દેહમાં વ્યાપેલો અગ્નિ આખા આવિર્તને, શકસ્થાન, પલ્લવસ્થાન, એ સર્વવિરોધી ભૂમિઓને બાળી નાખે એમ કેમ ન બને ? અને હવે તો તેનું ઉત્તુંગે કરેલું અપમાન એ અગ્નિને વધારે જલદ બનાવે એમ થવું જોઈએ ! કેટલી ઘડી તે આમ ને આમ ઊભી રહી હતી તેનો તેને ખ્યાલ રહ્યો નહિ. પોતાનું આખું પૂર્વજીવન તે વિચારી ગઈ. એ જીવન સ્વપ્ન હતું - રોમન ભૂમિકા અને રોમન સંસ્કારવિજયની ચિત્રમાલા સરખું એ જીવન ગઈ રાતે સમાપ્ત થયું. હવે ? ક્ષમા બંધનમાં હતી, અસહાય હતી. એ અતિ મૂંઝવણભરી પરિસ્થિતિમાંથી તેને માર્ગ કરવાનો હતો. એ માર્ગ સ્પષ્ટ થતો ન હતો. આખો સમુદ્ર ખુલ્લો હતો. આખું અવકાશ ખુલ્લું હતું, છતાં એક માનવ સ્ત્રીને સહજ પણ ચસવાનો માર્ગ ન હતો. માનવ સ્ત્રી ? માનવશ્રેષ્ઠ રોમન પ્રજાનું સર્જન કરનારી સ્ત્રી ! એકાએક સામેના વહાણમાંથી એક હોડી ઊતરી, અને હોડીમાં