પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૫૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૪:ક્ષિતિજ
 


બની સમુદ્રમાં ઊતરતો હતો. તે સમુદ્રને અડક્યો ! જોતજોતામાં તે અડધો પાણીમાં ઊતરી ગયો. ક્ષણ, બે ક્ષણ, પાંચ ક્ષામાં તો સૂર્યે ડૂબકી મારી. સૂર્ય અદૃશ્ય થયો અને ઉલૂપીએ એક દીર્ઘ નિઃશ્વાસ નાખ્યો. ‘કેમ નિસાસો નાખે છે ?’ ક્ષમાએ ઉલૂપીને ખભે હાથ નાખી પૂછ્યું. ક્ષમાના હસ્તનો સ્પર્શ થતાં ઉલૂપી જાગી ગઈ. ક્ષમાનો સ્પર્શ તેને અત્યંત ધૃણાજનક લાગ્યો. તેણે ક્ષમાના હાથને ખસેડી નાખ્યો અને કહ્યું : ‘સૂર્યને ક્ષિતિજ ગળી જાય છે.' ‘એ સૂર્ય પાછો ન ઊગે.’ ક્ષમાએ જરા આનંદથી કહ્યું. ‘પૂર્વમાં તો તે ઊગશે જ.’ ‘કેમ જાણ્યું તેં ?’ ‘ક્ષિતિજ ખાલી ન રહે.’ ‘ઉત્તુંગને લેવા તું આવી. ખાલી હાથે પાછી જાય છે, એમ ને એમ સુબાહુ પણ જવાનો.’ ઉલૂપીએ ક્ષમા સામે ઊંડા કુતૂહલથી વેધક દૃષ્ટિ ફેંકી સંધ્યાના આછા પ્રકાશમાં એની આંખો વીજળી શી ચમકી રહી અને ક્ષમાને સહજ ભય લાગ્યો. ‘ઉત્તુંગ જીવે છે.’ ઉલૂપીએ કહ્યું. ‘એમ ! ક્યાં છે ?’ ચમકીને ક્ષમાએ પૂછ્યું. ઉત્તુંગ સમુદ્રમાંથી જડ્યો હોય તો ક્ષમાને ખબર પડ્યા વગર રહે જ નહિ. ‘કદાચ... ા૨ામાં સંતાયો હોય...' કહી ઉલૂપી ખડખડ હસી. ક્ષમા પાસે પડેલા એક આસન ઉપર બેસી ગઈ. કદી ન કલ્પેલો ભય તેણે અત્યારે અનુભવ્યો. રાત્રીનો અંધકાર વધતો હતો અને શાન્ત વાતા- વરણમાં એકલો સમુદ્ર ઘૂઘવતો હતો - જાણે ભયાનક રસનો અવતાર ! – ક્ષમાનો ભય વધતો જ ચાલ્યો. ઉત્તુંગ સાથે તે ખૂબ હસી-૨મી પણ હતી. ઉત્તુંગની કુરૂપતામાં તેને કદી કદી સૌન્દર્યની ચમક દેખાઈ પણ હતી. ઉત્તુંગ કદી સ્વપ્નમાં પણ દેખાયો હતો. ઉત્તુંગ સાથેના સંબંધની કલ્પના કદી કદી તેને ઉત્તેજિત કરતી. અને... અને... ગઈ રાતનો અત્યાચાર ક્ષમાને ગમ્યો તો નહિ, તેના દેહે અનુભવેલા ધડકાર તેને યાદ પણ આવ્યા અને તેને ભય લાગ્યો. ઉત્તુંગની પશુતાને તેણે કદાચ આવકારી હોય તો ?' ક્ષમા થરથર ધ્રૂજી ઊઠી. પરંતુ ઉલૂપી અંધકારમાંયે ક્ષિતિજ તરફ નિહાળ્યા કરતી હતી. એ