પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૫૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિયોગ:૩૪૫
 


ક્ષિતિજમાં એનો સૂર્ય સંયો હતો. એ સંતાયલો પ્રકાશ અંધકારમાં આકર્ષક બની ગયો. અને ઉલૂપીને ઢાંકી દેતા ક્ષિતિજ તરફ સુબાહુ નિહાળ્યા કરતો. એના વહાણની એક બારીએ જ રહ્યો હતો. બંનેને ક્ષિતિજ ઢાંકી દેતું હતું. છતાં બંને એકબીજાને દેખતાં હતાં ! કેવી રીતે ? શા માટે ? કોઈ મહાન તત્ત્વ બંનેના ક્ષિતિજને એક બનાવી દેતું હતું. મહાયુદ્ધ, ઘોર અત્યાચાર, કપટની આંટીઘૂંટી અને સંસ્કૃતિના આડંબરને હસતું એ જીવનતત્ત્વ નરનારીને સેંકડો ગાઉને છેટેથી પણ એક બનાવી રહ્યું હતું. જીવનને વ્યક્ત થવાનો એ જ એક માર્ગ ! સુબાહુ અને ઉલૂપી દૂર રહે તોય એ જ જીવનતત્ત્વનું સ્ફોટન ! ક્ષમા અને ઉત્તુંગના સંસ્કારઘમંડ પરસ્પરનાં ખૂન કરવા પ્રેરાય તોય એ જ સ્ફોટન ! ‘ઉલૂપી ?’ ઉલૂપી ચમકતા તારાઓભર્યા આકાશની કોર ત૨ફ નિહાળી રહી હતી તે પોતાને થતું સંબોધન સાંભળી ચમકી. તેણે પાછળ જોયું. ક્ષમા ખરેખ૨ ધ્રૂજતી હતી.. ‘ઉલૂપી, મને બીક લાગે છે.’ ઉલૂપી ખરેખર દોડી. તેણે ક્ષમાને પોતાની બાથમાં લઈ લીધી. ‘ઉત્તુંગ ક્યાં સંતાયો છે ? બોલ !’ ક્ષમાએ પૂછ્યું. ‘તારે શું કામ છે ?’ ‘એનો ભય લાગે છે.’ ‘એ અહીં નથી જ.’ ‘તોય બતાવ.’ ઉલૂપીને ક્ષમા સાથે જ રાખવાનો સુબાહુનો આગ્રહ ઉલૂપી સહજ સમજી. ‘આપણે શોધી કાઢીશું.’ ઉલૂપીએ કહ્યું. ‘ઉલૂપી ! અણગમતા, તિરસ્કૃત, કદરૂપા પુરુષો કદી ગમે ખરા ?' ક્ષમાએ કહ્યું. ક્ષમા હજી થરથરતી હતી. ઉલૂપીએ કશો જવાબ ન આપ્યો. તારાનાં ઝૂમખાં હસી રહ્યાં હતાં. - જાણે કોઈ દિવ્ય સ્પર્શ તેમના