પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૬૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૬:ક્ષિતિજ
 


આખા દેહને આનંદથી ભરી દેતો ન હોય ! એ તારાઓનાં ઝૂમખાં નીચે ગોળાકાર ઘુમ્મટ સરખું આસમાન પૃથ્વી પાર ઊતરી જતું હતું. ત્યાં શું હશે ? ક્ષિતિજમાં ? ઉલૂપી અને ક્ષમાએ પરસ્પર સામે જોયું. ચમકતી આંખોના ઊંડાણમાં શું શું હશે ? માનવીનું હૃદયાકાશ પણ ક્ષિતિજમાં ઊતરી જાય છે ! વહાણને એક ઝોલો લાગ્યો. સુકાને જરા માર્ગ બદલ્યો. જરા સરખા સુકાનફેરથી સેંકડો ગાઉના વળાંક વાળી લેવાય છે. હતા. જીવનનું સુકાન નહિ હોય ? ક્ષિતિજમાં સંતાયું પણ હોય ! પણ ક્ષિતિજમાં તો એક ગીતના ભણકારા ક્ષમાને સંભળાયા કરતા ‘અય ગુલામ ! બંધન તોડ.’ સંસ્કારઘમંડ પણ બંધનરૂપ કેમ ન હોય ?