પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૬૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ખંડ બીજો
 


 


ધર્મનીતિ કે રાજનીતિ?
 


‘સિંધુનાં પાણી ખાળવા કોઈ મથે છે. માલવ યુવરાજે સુકેતુને સમાચાર આપ્યા. સૈન્યની હરોલમાં રહેતો એ યુવાન સાંજે તંબૂમાં સુકેતુ સાથે રોજ ચર્ચા કરતો અને એક દિવસનો કાર્યક્રમ પાર પાડી બીજા દિવસની યોજનામાં સુકેતુની સંમતિ મેળવતો. ‘એટલું જ નહિ, પાણીમાં ઝેર પણ પથરાય છે.' સુકેતુએ યુવરાજ કરતાં પણ વધારે આગળ માહિતી આપી. ‘અરધું સૈન્ય તો સિંધુ ઓળંગી ગયું. અડધું બાકી છે.’ ઝેરનો પહેલો ખળકો આવી ગયો. રાત્રે એક ટુકડી એ ઝેર નાખના૨ને રોકવા જશે. છતાં એ ઝેર પૂરું વહી જતાં બે દિવસ લાગશે. બીજે પાણી છે જ નહિ.' સુકેતુએ કહ્યું. ‘શું કરીશું ?’ ‘આપણે તૈયાર થઈએ. સારું થયું કે પચાસેક માણસોએ પત્યું. નહિ તો આખું સૈન્ય પાણી પીઈ વગર લડ્યે જ અદૃશ્ય થાત !’ તૈયાર થઈ ક્યાં જવું છે ?' ‘સિંધુની રેતીમાં દૂર પટે વીડીઓ ખોદાશે. એનું પાણી આજકાલમાં ઝેરી નહિ બની ગયું હોય. એટલામાં આપણે એ ઝેર નાખનારને પકડી આગળ વધી ગયા હોઈશું.’ લાટ અને માલવ વીરોનું સૈન્ય પલ્લવ પ્રદેશમાં પહોંચવા માટે ઝડપથી સિંધુ તટ સુધી આવી ગયું હતું. સુકેતુએ અહીં આવી સૈન્યને બે માર્ગે આગળ મોકલવાની યોજના કરી. એક સૈન્ય ઊર્ધ્યસ્થાનને માર્ગે નાગસૈનિકો સાથે આગળ વધી પલ્લવ પ્રદેશના ઉત્તર ભાગમાં પહોંચી જાય; અને બીજું સૈન્ય શકસ્થાનમાં થઈ સુબાહુના નૌકાસૈન્ય સાથે સંબંધ ૧ ૧ હાલનું બલુચીસ્થાન