પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૬૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૮:ક્ષિતિજ
 


રાખતું દક્ષિણ પલ્લવમાં પ્રવેશી પારસીકો સાથે મળી રોમનો સામે છે. આ યોજના અનુસાર પ્રથમ આવેલું સૈન્ય સિંધુ ઓળંગી આગળ વધી ગયું. બીજું પાછળથી પહોંચેલું સૈન્ય સિંધુ તટે આરામ લેવા પડાવ નાખી રહ્યું હતું. સૈન્યને માટે આ પ્રદેશ નવીન હતો. આનર્તમાં થઈ આછા રણનો અનુભવ લઈ આવેલા સૈન્યને વિશાળ અને પવિત્ર સિંધુ તટ ઉપર સહજ આસાયેશ આપી એક સામટા બેત્રણ ધસારામાં પા૨સીકો પાસે પહોંચા ડવા સુકેતુની ધારણા હતી. સિંધુની પૂર્વે આવેલો સૌવી૨ પ્રદેશ સુકેતુને અનુકૂળ બની ગયો હતો. યુદ્ધ માટે તેની તૈયારી ન હતી, પરંતુ યુદ્ધ માટે આગળ વધતા સૈન્યને રોકવાની સૌવીર રાજમાં હિંમત તેમ જ ઇચ્છા પણ ન હતાં. માલવ પ્રદેશની માફક સૌવીરને પણ વી૨ પ્રદેશ બનાવવાનાં સ્વપ્ન સેવતા સુકેતુએ સૌવીર રાજની એ કાર્યમાં સમ્મતિ પણ લઈ લીધી અને રોમનોને હઠાવી એ જ રસ્તે પાછાં વળતાં સૌવીર પ્રજાનું એક સુદૃઢ સૈન્ય તૈયાર કરવાની યોજના પણ તેણે ઘડી મૂકી હતી. આગળ વધતાં પાછળ મૂકેલા પ્રદેશો દુશ્મન ન બને એ પણ વ્યૂહવિધાયકોએ જોવું જોઈએ. પરંતુ સિંધુ કિનારા ઉ૫૨ ઠરતા પહેલાં જ બાતમીદારોએ સિંધુનાં પાણી રોકાયાની ખબર આપી. એથી પણ વધારે ઊંડી ખબર એ આવી કે સિંધુ- સ્નાન કરતાં પાણી પી જનાર પચાસેક સૈનિકો મૂર્છિત બની ગયા હતા. સિંધુ સિવાય સિંધ સૌવીરમાં પાણી જ આછાં. અને એમાં ઝેર ભળે ત્યારે આખા સૈન્યે શું કરવું ? શકસ્થાન અને સિંધ વચ્ચે ઊભેલા ટેકરાઓ અને રેતાળ ભૂમિમાંથી પસાર થવા માટે સૈન્યને પાણી વગર તો ચાલે જ નહિ. ‘યુવરાજ થાક્યા તો નથી ને ?' સુકેતુએ પૂછ્યું. ‘હું થાકું ? જરાય નહિ.' યુવરાજે થાક લાગવાના પ્રશ્નમાં પોતાની કસોટી થતી જોઈ. કવાયત અને લાંબી મુસાફરીએ દેખાવડા માલવી યુવકના દેહમાં અને મુખમાં સરસ પરિવર્તન કરી દીધું હતું. દૃઢતા અને પૌરષની છાપ તેના મુખ ઉપર છવાતી જતી હતી. તો આ ઘડીએ જ આપણે નીકળીએ. ચાર ઘોડેસ્વાર બસ છે. આપણી પાછળ બબ્બે ઘડીએ ચાર ચાર માણસો બીજા આવે.’ થોડી ક્ષણમાં છ ઘોડા તંબૂ બહાર હણીહણી રહ્યા. શસ્ત્રઅસ્ત્ર આછાં સજી સુકેતુ અને યુવરાજ બહાર આવ્યા. અંધારી રાત હતી. પાણીથી દૂર પડેલી છાવણી ટેકરા ઉપર હતી. પરંતુ એ સિંધુના ટેકરા મોટા ન હતા. તપતી નર્મદા અને મહી સાભ્રમતીના સરખી ઊંચી પર્વતપ્રાય