પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૬૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ધર્મનીતિ કે રાજનીતિ?:૩૪૯
 


કરાડો સિંધુના કિનારાને સજતી ન હતી. સિંધુના વિશાળ પટમાં તારા ચમકી રહ્યા હતા. એ તારાઓ સાથે નાચતા પાણીમાં ઝેર વહી રહ્યું હતું ! જગતના એ અમૃતમાં શા માટે વિષ રેડાતું હતું ? કોણ એ વિષ રેડતું હતું? દુશ્મન સિવાય કોણ એ કરે ? પણ આ સ્થળે દુશ્મનો ક્યાંથી ? ઘોડેસ્વારો અંધકારમાં ધીમે ધીમે આગળ વધ્યા. પાણી ઉપરથી વહી આવતો સમીર શીતળતાપ્રેરક હતો. પણ... પણ એ પવનમાંથી જ ઝેર ફેલાય તો ? જેણે વારિ વિષમય બનાવ્યું તે પવનને કેમ વિષમય ન કરી શકે ? કહ્યું. ‘આ સ્થળે આપણું કોણ દુશ્મન હોય ?' યુવરાજે થોડીવારે પૂછ્યું. ‘આર્યાવર્તના દુશ્મનો આવિર્તમાં જ પાકે છે.' સુકેતુએ હસીને ‘કાંઈ કારણ ?’ ‘કોઈને તાજ જોઈએ, કોઈને સત્તા જોઈએ, કોઈને પ્રતિષ્ઠા જોઈએ, કોઈને મોજ જોઈએ...’ ‘એ સર્વનો વિનાશ શક્ય નથી ?’ ‘બે વસ્તુઓ વિનાશ અટકાવે છે; એક ધર્મને ઓથે ચાલતી બેવફાઈ અને બીજું સુબાહુની આડાઈ. ‘સુબાહુની આડાઈ ? મને ન સમજાયું. ‘એ શસ્ત્રમાં માનતો નથી...' ‘માલવ પ્રદેશ સામે.... તો યુદ્ધ મેં કર્યું હતું. અને રોમનો સાથેના યુદ્ધમાં એ છેલ્લું શસ્ત્ર પકડવાનો છે.' ‘પછી ?’ ‘એ સાધુ થઈ જશે.’ સુકેતુએ હસીને કહ્યું. ‘બૌદ્ધ સાધુ બનશે ?’ ‘ના. પેલા બૌદ્ધ માન્ત્રિક અનુભવ પછી તો બૌદ્ધ નહિ જ બને.' યુવરાજનો મુગ્ધ પ્રશ્ન સાંભળી હસી સુકેતુએ કહ્યું. બૌદ્ધો માન્ટિક અને તાન્ત્રિક બનતા જતા હતા. સાધુસાધ્વીઓના મઠ અને વિહાર ભર્યા રહેતા ખરા પરંતુ એમાં પાપનો સંચાર થઈ રહેલો સહુની નજરમાં આવતો હતો. ભગવા રંગને સત્તા અને સૌન્દર્ય બંને ખપતા બની ગયાં હતાં. આર્યોનાં દેવદેવીઓ પણ બૌદ્ધોએ અપનાવી લીધાં હતાં. આર્યોનાં મતમતાંતરો વચ્ચે ભારે ઘર્ષણ થતાં નહિ અને બૌદ્ધ