પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૬૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૦:ક્ષિતિજ
 


અને વૈદિકો વચ્ચે એક જાતની એકતા જામી ગઇ હતી. એક માર્ગમાંથ બીજા માર્ગમાં ઝડપથી અવરજવર થઈ શકતી હતી. પાણીના પ્રવાહ સામે આખી ટોળી આગળ વધ્યે જતી હતી. રેતાળ ભૂમિમાં ધોડાના પગ વાગતા નહિ, છતાં જેમ બને તેમ ઓછો અવાજ થાય એની કાળજી રાખતી એ ટોળી મોટે ભાગે શાન્તિ સાચવી, અંધકારમાં માર્ગ કાપતી હતી; વચ્ચે વચ્ચે સુકેતુ અને માલવ યુવરાજ વાત કરતા હતા. પરંતુ ગાઢ શાન્તિમાં એમની વાત પણ ભ્રમ સરખી, સ્વપ્ન સરખી, ભણકાર સરખી જ લાગતી હતી. ખળખળ વહ્યું જતું પાણી અંધકારની શાન્તિને વધારતું હતું. એકાએક પાણીમાં કોઈ શ્યામ ડાઘ તરતો દેખાયો. ‘વૃક્ષને ઓથે આવી જાઓ.' સુકેતુએ કહ્યું. આછાં આછાં વૃક્ષજૂથ કિનારા ઉપર વીખરાયલાં હતાં. સામે પાર દૂર એક ગામ હતું. ત્યાં બેત્રણ દીવા તગતગતા હતા તે ઉપરથી ત્યાં ગામ હોવાની અટકળ થઈ શકતી હતી. ઘોડા વૃક્ષોને ઓથે ઊભા રહ્યા અને છએ સૈનિકો નીચે ઊતરી ઘોડાની લગામ છૂટી મૂકી નદી તરફ તીક્ષ્ણ નજરે જોવા લાગ્યા. ટેવાયલા ઘોડા પણ માનવીની માફક શાંત રહી શકતા હતા. નદીમાં ડાઘા વધવા લાગ્યા. આછો છબછબાટ પણ સંભળાયો. એક પછી એક હોડી હારબંધ એક પારથી બીજી પાર સુધી પહોંચી ગઈ. હોડીમાંથી જાળો ફેંકાઈ હોય એવો પણ ભાસ થયો. ‘માછીમારો હશે ?’ યુવરાજે ધીમે રહીને પૂછ્યું. ‘અત્યારે તે હોય ? અને આ બાજુ કોઈ મત્સ્યવ્યવસાયમાં પડેલું જાણવામાં નથી.' સુકેતુએ કહ્યું. ‘ત્યારે કોણ હશે એ ?’ ‘એ જ આપણે શોધી કાઢીએ.’ ‘કેવી રીતે ?’ ‘આપણે છએ જણ ધસી જઈએ. હોડીઓ હાથ કરીએ. પાણીમાં ઘોડા તરી શકશે.’ ‘તૈયાર !’ ધીમી બૂમ પડી અને અસ્વારોએ ઘોડે બેસી એકદમ ઘોડા દોડાવ્યા. જમીનસરસા ચોંટી જતાં હોય એવી ઝડપભરેલા ઘોડા આંખ મીંચી ઊઘડતા બરોબર તો પાણી પાસે પહોંચી ગયા, અને એક છાંગે આગલી હોડીને અડકી જશે એમ લાગ્યું. એકાએક હોડીમાંથી દોરડાનો એક ચક્ર સરખો ગાળો વીંઝાયો અને