પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૬૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૨:ક્ષિતિજ
 


‘બોલ. ક્યાંથી આ પાણી ઝેરવાળાં બનાવ્યાં છે ?' સુકેતુએ કહ્યું. ‘ઝેરવાળાં ? મને ખબર નથી.' ‘જો એક ક્ષણમાં આ ફાંસો ખેંચાય છે. હું જાણું છું કે તમે આ પાણી વિષમય બનાવો છો. કોની આજ્ઞાથી આ થાય છે તે એકદમ કહી દે, નહીં તો તારો પ્રાણ જશે. અને અમને ખબર પડ્યા વગર રહેશે નહિ.' ‘ક્યાંથી તમને ખબર પડશે ?' ‘પેલું તમારું આખું ગામ હું ઉજ્જડ કરી નાખીશ.' ‘સિંધુરાજનું પણ સૈન્ય તૈયાર નથી એમ ન માનશો.’ ‘ફાંસો ખેંચો.’ ‘ફાંસો ખેંચવાની શરૂઆત થતાં તો પેલા સુકાનીએ હાથ જોડ્યા અને પૂછ્યું : ‘તમે કોણ છો ?’ ‘હું ? મારું નામ સુકેતુ.’ ‘સુકેતુ ? એ તો હજી પાતાલ-નગ૨માં સંભળાય છે.' ‘સુકેતુ બીજી તક નથી આપતો.’ ‘કહું ? મને બચાવશો ?’ ‘સાચું કહીશ તો બચીશ.' હીંગળાજ જાઓ. આજ્ઞા ત્યાંથી આવે છે.’ ‘હીંગળાજથી ? બહુ દૂર આવ્યું. મારતે ઘોડે પણ બે દિવસ લાગે.’ ‘ા.’ ‘કોણ આજ્ઞા મોકલે છે ?’ ‘માતા, ત્રિપુરસુંદરી.’ ‘શી આજ્ઞા મોકલે છે ?’ ‘હજાર ખપ્પરની માળા.' ‘કોણ અનુષ્ઠાન કરે છે ?’ ‘એ કહેવાની મના છે.' ‘તો પહેલું ખપ્પર તારું જ...' ‘વિશ્વઘોષ.’ ‘આવો જગપ્રસિદ્ધ વિદ્વાન તાન્ત્રિક બની ગયો ?’ ‘આજનો બન્યો છે ?' ‘આ સિંધુને વિષમય બનાવવાનો પ્રયોગ બંધ કરી દો. વિશ્વઘોષની