પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૬૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ધર્મનીતિ કે રાજનીતિ?:૩૫૩
 


ઇચ્છા હશે તો હું પાંચ હજાર માથાં રોમનોનાં મોકલાવી દઈશ.’ ‘પણ એને તો માળવી કે લાટનાં જોઈએ.' ‘સારું. પણ એ આમ ઝેરથી મરેલાં માથાં નહિ. યુદ્ધમાં સામે મુર્ખ કપાયલાં માથાં જોઈએ. નદીમાં ઝેર ભેળવવું બંધ કરો.' ઝેરના ન સુકાનીએ સહુને બોલાવ્યા અને સિંધુના ભાઠામાં ભેગા કર્યા. તેમણે કોથળા લાવી રજૂ કર્યા. માછલાં પકડવાને બહાને ખેંચાતી જાળમાં કણક - અને તે ધીમે ધીમે ઓગળે એવી કણમાં વટાતું ઝેર મધ્યરાત્રીએ નદીના પ્રવાહમાં ઝબકોળી નીચેના બધા જ પાણીને પ્રભાત સુધીમાં દૂષિત બનાવી આખા સૈન્યને - અને સૈન્યની સાથે આયુધવિહીન અનેક જલચર કે ગ્રામવાસીઓના પ્રાણ હરવાની યુક્તિ પાછળ માત્ર આટલી ક્રિયા ન હોય એમ માનતા સુકેતુએ હોડીઓમાં ઝેરના કોથળા પાછા નંખાવ્યા હોડીઓ સાથે હોડીમાં કામ કરતા સર્વ માણસોને કબજે લઈ છાવણી તરફ ચાલતા કર્યા. ઘોડાઓ કિનારે કિનારે હોડીઓને ચોટમાં રાખીને ચાલતા હતા, અને નાસવાનો પ્રયત્ન કરતા એકબે નાવિકોને ભાલાથી વીંધી નાખી તેમણે સ્પષ્ટતા કરી કે વિષપ્રયોગ કરનાર ટોળીને હવે ખસવાનો માર્ગ ન હતો. અને ‘આગળ શું કરવું છે ?’ યુવરાજે પૂછ્યું. ‘આપણે છએ. જણ હીંગળાજ તરફ સવારે જ નીકળીશું. સૈન્ય આપણી પાછળ બે ટુકડે આવશે.’ ‘છ જણા ઓછા પડીશું ત્યારે ?’ ‘આપણે નામે જવાનું નથી. વિશ્વઘોષનું અનુષ્ઠાન આપણે નિષ્ફળ કરવાનું છે.’ પ્રભાત થતાં પહેલાં તો છએ ઘોડેસ્વાર અને તેમની નજર તળે વહી આવતી હોડીઓ છાવણી પાસે આવી પહોંચ્યાં. તંબૂ પાસે ઊભેલા રક્ષકોએ ઘોડા સંભાળી લીધા. સુકેતુએ આજ્ઞા કરી અને અંધારામાં દરેક સેનાનાયકો તંબૂમાં ભેગા થઈ ગયા. એકાદ ઘડીમાં તો સઘળા બહાર આવ્યા. ‘હજાર હજાર માણસો એક એક પહોરને અંતરે આજે અહીંથી નીકળે. બાકીના આવતી કાલે કૂચ કરે. હીંગળાજના મઠમાં અમારો નિવાસ. રસ્તામાં પણ કોઈ જાનવરને પાણી પાઈ ખાતરી કર્યા પછી સૈનિકો પાણી પીએ.’ સુકેતુએ આજ્ઞા કરી.