પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૬૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 


ધર્મજાળ
 


થનગનતા છ અશ્વો આવ્યા. સુકેતુ, યુવરાજ અને બીજા ચાર અંગરક્ષકોએ અશ્વારોહણ કર્યું અને તેમણે ધીમે ધીમે ઘોડાની ચાલ વધારી. સિંધુનાં પાણીમાંથી પસાર થતાં ઘોડાનાં મુખ લગામથી તંગ રાખ્યાં. અને આછું પણ પાણી તેમના મુખમાં ન જાય એવી કાળજી તેમણે લીધી. સિંધુ પસાર કરી ટેકરે ચડી સહુએ ઘોડાને ઊભા રાખ્યા. ‘ઘોડા બહુ આજ્ઞાધારી.' યુવરાજે કહ્યું. ‘આર્યવર્તના માનવીઓ પશુ જેટલી પણ આજ્ઞા પાળતાં હોત તો આર્યતાનો જગતભરમાં વિજય થાત.' સુકેતુએ કહ્યું. ‘હજી સુધી તો આપણો વિજય છે જ. સિંધુરાજ આપણી વિરુદ્ધ નથી.’ ‘એના પ્રદેશમાંથી જ આપણે ઝેર જોતા બન્યા. હીંગળાજથી એ ઝેર ફેલાયું. પેલી પાસે કેટકેટલે દૂર એ પહોંચ્યું હશે ?’ ઘોડાને સુકેતુએ એડી મારી, અને તેણે વીજળીનો વેગ ધારણ કર્યો. ઝેરની અસ૨ ઘોડાના દેહ ઉપર દેખાઈ નહિ. એની જ જોડે બીજા પાંચ ઘોડાઓએ શર્ત માંડી. રેતીનાં મેદાન અને સપાટ પ્રદેશ પૂરો થયો અને ટેકરાઓ શરૂ થયા. સૂર્ય ઊંચે આવી ગયો હતો. ટેકરા પાસે એક ગામ હતું. દોડતે ઘોડે આવેલા સ્વારોને જોવા થોડાં બાળકો અને સ્ત્રીપુરુષો ઘર બહાર ડોકિયાં કરતાં હતાં. મધ્ય પ્રદેશથી ઊપડેલું એક મોટું સૈન્ય ગાન્ધાર પ્રદેશમાંથી પસાર થાય છે એવી વાત લોકોમાં ક્યારનીય ફેલાઈ હતી. પરંતુ બેત્રણ દિવસથી તો સિંધુ પ્રદેશમાં એ સૈન્ય આવવાના ભણકારા પણ વાગી રહ્યા હતા. ધાડપાડુ કે લૂંટારાઓ સામે થવા માટે ગ્રામજનતા તૈયા૨ હતી. પરંતુ સૈન્યની સામે થવા માટે તો રાજસૈન્ય જ જોઈએ. આવનાર સૈન્ય દુશ્મનોનું ન હતું એની પણ ખબર લોકોમાં થઈ ગઈ હતી. છતાં સૈન્યની જવરઅવર એ બહુ ગમતો પ્રસંગ તો પ્રજાને ન જ લાગે. ખેતરોનાં ભેલાણ, વેઠ, આછી લૂંટ અને સ્ત્રી જનતાની મશ્કરી એ સર્વ અગર એવા પ્રકારના એકાદ જુલમનો પ્રકાર તો ગામડાંમાં લશ્કર આવ્યે બનવાનો જ. એટલે દોડતા આવી અટકેલા ઘોડેસ્વારો પ્રત્યે અણગમતા