પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૬૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ધર્મજાળ:૩૫૩
 


કુતૂહલથી લોકોએ નજર કરવા માંડી. ‘ગામનો મુખી કોણ છે ?' સુકેતુએ એકાદ ઘર પાસે આવી પૂછ્યું. માટીનાં અને પથ્થરનાં આ પ્રદેશનાં મકાનો રૌનકમાં નહિ પણ ગરીબીનાં સૂચક હતાં. લશ્કરને માટે કાંઈ પણ સરંજામ પૂરો પાડવાની આવા ગામની શક્તિ ન જ હોય.

૩૫૫

કોઈએ જવાબ ન આપ્યો. ‘હીંગળાજ માતા તરફનો રસ્તો બતાવશો ?” સુકેતુએ પૂછ્યું. ‘આથમણે સીધાં જ ચાલ્યા જાઓ.' એક મોટા વાળવાળા યુવાન ગામડિયાએ જવાબ આપ્યો. ચાલે છે.' ‘ગામમાં મઠ, મંદિર કે ધર્મશાળા ખરાં કે નહિ ?' સંકેતુએ પૂછ્યું. ‘હા છે. જરા આગળ જાઓ. પેલી ટેકરી ઉપર એક શ્રેષ્ઠીનો સંઘ ‘સંવં શરમાં ગચ્છામિ’ સુકેતુએ કહ્યું. યુવાન સાધુએ ઊંચે જોયું અને સ્મિત કર્યું. ‘અમને ઊતરવા દેશે ?’ ‘એ માટે તો. ભિખ્ખુને ત્યાં રોક્યો છે.' ઘોડેસ્વારો આગળ ચાલ્યા. એક નાનકડા ટેકરા ઉપર ઈંટથી બાંધેલું એક નાનકડું મકાન હતું ત્યાં તેઓ આવી પહોંચ્યા. પીળા વસ્ત્રમાં ઢંકાયેલો એક યુવાન સાધુ એક તાડપત્રનું પુસ્તક લઈ બેઠો હતો. ઘોડેસ્વારો આવીને ઊતર્યા છતાં તેણે તેમના તરફ નજર સરખી પણ કરી નહિ. ‘ઘમં શરણં ગચ્છામિ’ સાધુએ જવાબ આપ્યો. અને પોતાની પાસે આવવાની નિશાની કરી. નાનાં ઝાડ જોડે ઘોડા બાંધી છયે જણ મઠની ઓસરીમાં આવી સાધુને નમસ્કાર કરી સામે બેઠા. ‘બપોરનો વાસ જોઈએ.' સુકેતુએ કહ્યું. ‘સુખે રહો. ભોજન અને આરામ બંને અહીં મળી શકશે.’ સુકેતુ અને તેની જોડના સૈનિકો કોણ છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, શા માટે જાય છે એની કશી જ હકીકત સાધુએ પૂછી નહિ. પાસે બેસાડી તેણે પાછું પોતાનું અધ્યયન શરૂ કર્યું. ‘શાનું પઠન ચાલે છે ?’ ‘સહજ. એક ચર્ચા જાગી છે. બુદ્ધ ભગવાનની મૂર્તિ હોય કે નહિ એ વિશે અમારા સાધુઓમાં વાદ ચાલે છે. મારા ગુરુનું એ ચર્ચા સંબંધી