પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૭૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૪:ક્ષિતિજ
 


પુસ્તક હું વાંચું છું.' ‘આપના ગુરુ કોણ ?' ‘વિશ્વઘોષ જગતકીર્તિ.' ‘પેલો તાંત્રિક ?’ ‘બુદ્ધના પરમભક્ત અને તંત્રને આપ તિરસ્કારો છો ?’ ‘ા. તંત્ર એ વામ માર્ગ છે. પાપભર્યો માર્ગ છે, માટે તાંત્રિકો પણ મને ગમતા નથી.' ‘હં.’ કહી હસી સાધુએ પાછી પુસ્તક તરફ દૃષ્ટિ કરી અને ધીમેથી ઉચ્ચાર કર્યો : ‘બુદ્ધ શરણં ગચ્છામિ.’ થોડી વાર સહુ કોઈ શાન્ત રહ્યા. સાદું ભોજન અંદરથી એકબે ગ્રામ્ય ભિક્ષુ સરખા સાધુઓએ લાવીને સહુને આપ્યું. પરંતુ છ સૈનિકમાંથી કોઈ તેને અડ્યું નહિ. ભિખ્ખુએ એમ કરવાનું કારણ પણ ન પૂછ્યું. બપોર થવા આવ્યા અને ડુંગરો તપવા લાગ્યા. છયે સૈનિકો સજ્જ થઈ ગયા અને ભિખ્ખુને નમન કરી જવા લાગ્યા. ઘોડા પાસે જઈ સહુએ સવારી કરી. પરંતુ સુકેતુ નીચે ઊતર્યો અને એકલો સાધુ પાસે ગયો. ‘ભિખ્ખુ, આપનું નામ !' સુકેતુએ પૂછ્યું. વિશ્વઘોષનો હું વિદ્યાર્થી. નામ હજી હવે પડશે.’ ‘આપે અમને કાંઈ જ પૂછ્યું નહિ. અમે કોણ છીએ એમ જાણશો ને?’ ‘હું જાણું છું. સુકેતુ હો કે સુકેતુના માનીતા સૈનિકો હો.’ ‘આપના ગુરુને મારે મળવું છે.' ‘આપ ત્યાં જ જાઓ છો.’ ‘આર્યાવર્તને ભય છે રોમનોનો. એ રોમનોને અટકાવવા જતા આર્યોને આપ સહુ શા માટે અટકાવો છો ?’ ‘બુદ્ધને આર્યાવર્તની મર્યાદા હોય ? મેં મારું નાનકડું શક રાજ્ય છોડ્યું અને હું વિશ્વવ્યાપી બની ગયો છું. બૌદ્ધ બનો, અને જગતને તમારું બનાવો.’ ‘જગતને આર્ય બનાવીએ તો ? બુદ્ધ ભગવાન પણ આર્ય જ હતા ને?’ ‘ગુરુને મળો.’ ‘ગુરુ તો અમને ઝેર પાય છે.’ ‘જરૂર હોય તો ઝેર પણ પીવું પાવું પડે.’ ‘ભગવાનની બાંધેલી અહિંસા વિરુદ્ધ ?’