પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૭૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ધર્મજાળ:૩૫૭
 

અહિંસક.’ ‘એની જ સ્થાપના અર્થે. ‘બહુ નવાઈ જેવું.’ ‘તંત્ર ત્યારે જ સમજાય. એક વિષપ્રયોગ યુદ્ધ કરતાં હજાર ગણો ‘મને નથી સમજાતું.’ ‘બૌદ્ધ દીક્ષા લો. તત્કાળ સમજાશે.' ધર્મજાળ :

340

‘રસ્તામાં ક્યાં ક્યાં ઝેર પાથર્યાં છે ?' 'બૌદ્ધવિરોધીઓ માટે સ્થળે સ્થળે ઝેર પથરાયલું છે.' ‘અમારા ખોરાકમાં પણ ?' સાધુએ કશો જવાબ ન આપ્યો અને તેણે પુસ્તક વાંચવું શરૂ કરી દીધું. સુકેતુ પણ મઠની નીચે ઊતર્યો અને ઘોડા ઉપર બેસી ગયો. ઘોડા આગળ વધ્યા. સાધુએ તેમના ભણી નજર પણ ન કરી. સુકેતુને આ સાધુ ઉપર તિરસ્કાર આવ્યો, અને ક્રોધ પણ ચર્ચો તેની નિસ્પૃહ દૃઢતા અને ગુરુશ્રદ્ધા સુકેતુને પરાજિત બનાવતાં હોય એમ લાગ્યું. થોડા ડુંગરો ન ચડ્યા અને તેમણે દૂર જતા એ મઠમાંથી ઘંટનાદ થતો સાંભળ્યો. આખો દિવસ તેમણે મુસાફરી કરી. વનસ્પતિ બાળી દેતી ઉષ્મા ભરેલા પહાડમાંથી નીચે ઊતરતાં સંધ્યા વીતી ગઈ. પહાડના એક નાના શિખર માર્ગે સૈનિકો નીચે ઊતરતા હતા, અને તેમણે પર્વતમાં જ પચાસેક બૌદ્ધ સાધુઓનું ટોળું બેઠેલું નિહાળ્યું. ક્ષિ. ૨૩ સુકેતુએ તે પાસ જવા માંડ્યું. કેટલાક સાધુઓ બેસી રહ્યા અને કેટલાકે ઊઠી પર્વતમાં કોરેલી ગુફાઓમાં જવા માંડ્યું. ગુફાસમૂહ એક સૈન્યને આશ્રય આપે એવો વિશાળ હતો. સુકેતુએ રાતવાસો ત્યાં જ કરવાની પરવાનગી સંઘશ્રેષ્ઠી પાસેથી લઈ લીધી. એક ગુફામાં તેમને સ્થાન મળ્યું. એ ગુફામાં એક વિશાળ બુદ્ધ મૂર્તિ પર્વતમાંથી જ કોતરી કાઢેલી હતી. એની આસપાસ અધૂરી સ્ત્રીપુરુષની મૂર્તિઓ પણ રચના પામતી હોય એમ દેખાતું હતું. સુકેતુને અને યુવરાજને નિદ્રા ન હતી. તેમણે ગુફામાં ફરવા માંડ્યું. ‘આ તે મંદિર કે શસ્ત્રાગાર ?' યુવરાજ એકાએક બોલી ઊઠ્યો. ‘કેમ ?’ સુકેતુએ પૂછ્યું.