પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૭૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૮:ક્ષિતિજ
 


‘અહીં ગુપ્ત દ્વાર જણાય છે. આછા અજવાળાને આધારે યુવરાજ તાકીને કહ્યું. ખરે, ત્યાં એક નાનકડું ગુપ્ત દ્વાર પણ હતું. અધૂરી બે મૂર્તિઓની વચમાં આવેલા એક ગોખમાં એક માણસ પ્રવેશ પામે એટલો માર્ગ દેખાયો. સુકેતુએ તત્કાળ તેમાં પ્રવેશ કર્યો. યુવરાજ તેની પાછળ ગયો. એક અંધારી બીજી ગુફાના ઊંડાણમાં બંને જણ ઊતર્યા. ગુફામાં દીપક ન હતો, છતાં અંદર માણસો હતા એવો ભાસ થતો હતો. પાદરને ટાંકામાં ભરી રાખો.’ એક અવાજ સંભળાયો. પ્રયોગ આ વખતે સફ થવો જોઈએ.’ બીજો અવાજ સંભળાયો. ‘સફળ થાય તો ત્રિપુરસુંદરી આપોઆપ દર્શન આપે.’ ‘આ વખતે હજાર મસ્તક માગ્યાં છે.' દેવીએ મનુષ્ય-આકાર ધારણ કર્યો કહે છે.' મને પણ ઝાંખી થઈ હતી.' મંદિરમાં ?’ ‘ના. વિશ્વઘોષના આશ્રમમાં.’ ‘કોણે કહ્યું કે આકાર દેવીનો છે ?’ ‘એણે જ. પણ મને શંકા છે.’ ‘શા ઉપરથી ?’ ‘શકરાજવીએ પોતાના પુત્ર અને પુત્રી બંનેને દીક્ષિત બનાવ્યાં છે. એ પુત્રી દેવીસ્વરૂપ કેમ ન હોય ? મને એક સમયે એનો મોહ હતો.’ ‘માનવ આકૃતિમાં દેવી એમ જ ઊતરે.’ પેલા સૈનિકોને ક્યાં રોકવા છે?’ ‘અહીં નહિ. આગળ ગમે ત્યાં રોકાઈ જશે.’ સુકેતુ અને યુવરાજ પાછા પોતાની ગુફામાં આવી ગયા. મધ્ય રાતે જ તેમણે એ સ્થળ છોડ્યું. ઘોડા હણહણ્યાં છતાં સાધુઓમાંથી કોઈ જાગ્યું નહિ. એકબે સાધુઓ જાગતા ફરતા હતા તેમણે પૂછ્યું, પણ નહિ કે એ સૈનિકો ક્યાં શા માટે મધરાતે ચાલ્યા જાય છે. વિશ્વઘોષની જ સર્વ યોજના ! રાજનીતિજ્ઞો કરતાં ધર્મનીતિજ્ઞોની યોજના ઓછી આંટીઘૂંટીવાળી હોતી નથી. સુકેતુને વિચાર આવ્યો.