પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૭૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ધર્મજાળ:૩૫૯
 


પણ શા માટે આવી ઊંડી અને સ્થિર યોજના ? ધર્મમાં પણ મમત્વ પ્રવેશ કરે ત્યારે, ધર્મમાં પણ વ્યક્તિગત મમત્વ પ્રવેશ કરે ત્યારે ધર્મ પણ મુક્તિનો માર્ગ મટી જઈ બંધન બને છે ! મુક્તિ કે નિર્ણય શોધતા ધર્મમાં પણ ગુલામી ! ઘોડાના ડાબલા રાતની શાંતિમાં ઉમેરો કરતા હતા. કયી ધર્મજાળમાં એ સૈનિકો ફરતા હતા ?