પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૭૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુકેતુની મૂંઝવણ:૩૬૧
 


‘ગુરુ વિશ્વઘોષને મળવું છે ?’ તપાસ કરતા સૈનિકોને એક બાગરક્ષકે પૂછ્યું. ‘હા, એ જ ઇચ્છાથી આવ્યા છીએ.' સુકેતુએ કહ્યું. ‘રાત્રે માતાનાં દર્શન કરો. પછી ઉતારે સૂઈ જાઓ. વહેલી સવારે ગુરુ સહુને દર્શન આપશે.' ઉતારો બગીચામાં જ હતો. ઘોડા દોરીને સહુ કોઈ ઉતારે ગયા. ઉતારામાં પાણી તથા ભોજન લેવું કે કેમ એ પ્રશ્ન સુકેતુને મૂંઝવી રહ્યો. થાક તો સહુને લાગ્યો જ હતો. વિશ્વઘોષની પાસે જ સ્થાન મળતું એટલે તે તો સ્વીકારી લેવા સરખું જ હતું. અન્ય સાધુઓ સ્નાનવિધિ કરતા હતા એટલે સ્નાનમાં કોઈને જોખમ ન લાગ્યું, સ્નાન કરી ગામની મધ્યમાં આવેલા દેવાલયમાં જઈ તેમણે માતાની આરતીનાં દર્શન કર્યાં, અને વહેંચાતો પ્રસાદ પણ લીધો. પાછા ફરી ઉતારે આવતાં યુવરાજે કહ્યું : ‘દેવીની મૂર્તિમાં કાંઈ વિલક્ષણતા જોઈ ?' ‘ના, ભાઈ.’ સુકેતુએ કહ્યું. દેવી એ પાષાણમૂર્તિ નહિ પણ સજીવ પ્રતિમા મને લાગી.’ ‘હં.’ સુકેતુ હસ્યો, છતાં સુકેતુને પણ એવો જ ભાસ થયેલો લાગ્યો. ‘મને તો મૂર્તિની પાંપણ હાલતી દેખાઈ.' એક સૈનિકે કહ્યું. ‘મને લાગ્યું કે દેવી સ્મિત કરે છે.’ બીજા સૈનિકે કહ્યું. આવો ભ્રમ સુકેતુને પણ થયેલો હતો. અજવાળાં અંધારાંની રમત કે શૃંગાવિધાનની કળામાં આવા ભાસ ઉપજાવવાની શક્તિ હોય એ સંભવિત હતું. છતાં આવી સ્પષ્ટ અસર અન્ય કોઈ પણ મૂર્તિએ ઉપજાવી હોય એમ તેને સાંભરતું ન હતું. ‘મૂર્તિ અકલ્પ્ય સૌન્દર્યભરી છે એમાં શક નહિ.' સુકેતુએ કહ્યું. ‘મૂર્તિનાં દર્શન કરી લોકો આપોઆપ દેવીભક્ત કેમ બનતા હતા તેનું રહસ્ય હવે સમજાયું.' યુવરાજે કહ્યું. યુવરાજ, આપણે હજી ભક્તિને વાર છે. પરમ દિવસની સવાર પહેલાં તો બધું સૈન્ય અહીં આવી જશે. અહીં રોમનો પણ ફરે છે એ તમે જોયું ?’ ‘ા.’ ‘રોમનોને રક્ષતું આ સ્થાન આપણે કબજે લેવાનું.’ સૈનિકો આવે એટલી વાર.’ ‘અને વિશ્વઘોષનાં તંત્રમાં આપણે ગૂંચવાઈએ નહિ એ વધારામાં.’