પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૭૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૨:ક્ષિતિજ
 

૩૬૨ : ક્ષિતિજ ‘ગૂંચવવા માટે કેટલી ગોઠવણો થઇ ચૂકી છે !' ‘ઓળખાઈ ન જઇએ એની પણ સાવચેતી રાખવાની. આસપાસ કૈંક આંખો ફરતી હશે. 'પણ પારસીકોના સૈન્યમાં જોડાવા જઇએ છીએ એ કહેવામાં તો હરકત નથી ને .’ ‘ના. પણ માળવા કે લાટ આપણામાં બે દિવસ પ્રગટવા ન દેશો.' ‘એ તો નક્કી જ છે - જોકે વિશ્વોષ આપણાં નિવાસસ્થાન પરી કાઢે તો નવાઈ નહિ.' ‘તો આપણે તેટલી ઘડી બૌદ્ધ બની જઈશું.' ‘ઠીક. રાત્રે વારાફરતી જાગતા પણ રહીએ.' એક સૈનિકે કહ્યું. ‘પહેલો પહોર હું જાગીશ.’ યુવરાજ બોલી ઊઠ્યો. ‘પરંતુ સંભાળજો. સ્થળ ન છોડશો અમને કહ્યા વગર.' સુકેતુએ કહ્યું. યુવરાજ સર્વ કાર્યોમાં આગેવાની લેવા મથતો હતો એથી સુકેતુને આનંદ થતો. એની દૃષ્ટિ તળે સૈનિક બનતો યુવરાજ મહાસેનાપતિ બને એવી સુકેતુની ધારણા હતી અને તેથી યુવરાજને માથે એ ઘણી ઘણી જવાબદારીઓ પણ નાખી દેતો. વિશ્વઘોષના બાગની અંદર સહુ સરળતાથી સ્થાન મળતું. નાની નાની ધર્મશાળાઓ મુસાફરો માટે એ ઉદ્યાનમાં બંધાઈ હતી અને દેશપરદેશના જાત્રાળુ, શાની, દર્દી, વ્યાપારી, સૈનિક અને મુત્સદ્દી એમાં ગુપ્ત કે જાહેર સ્થાન મેળવી લેતા. તીર્થધામ, જ્ઞાનધામ અને ઔષધાલય તરીકે વિશ્વઘોષના સ્થાનની પ્રતિષ્ઠા જગતભરમાં ફેલાઈ હતી. ત્રિપુરસુંદરીનું દેવસ્થાન વૈદિક અને બૌદ્ધ આર્યો માટે સમન્વય સ્થાન બની ગયું હતું. બંનેનાં મૂળભૂત તત્ત્વોમાંથી શાક્તપંથની એક વિચિત્ર રચના વિકસતી જતી હતી. એટલું જ નહિ; તે પ્રચાર પણ પામતી હતી. શાક્ત તરીકે વૈદિક અને બૌદ્ધૌ, ભારતવાસીઓ કે મહાચીનવાસીઓ આ સ્થળે હાથ મિલાવી શકતા હતા. બગીચામાં જગતભરની વનસ્પતિ ઊછળતી અને ખીલતી. ઔષધી માટે એ સઘળી વનસ્પતિઓ ઉપયોગમાં આવતી. વળી ભઠ્ઠીઓ, ઉષ્માગ્રહો અને યંત્રસ્થાનો પણ અનેક પ્રયોગોનાં સાધન પૂરા પાડતા. સુકેતુ વિચાર કરતો સૂતો. ખરેખર આવી ઔષધીઓ ઉપયોગમાં લેવાય તો શસ્ત્રો અનેક ગણાં સફળ બને. બૌદ્ધો શસ્ત્ર વાપરતા નહિ પણ અસરકારક વિષ વાપરતા ! સહજ અસાવધપણું અનેક સૈનિકોને વગર