પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૭૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુકેતુની મૂંઝવણ:૩૬૩
 


લો નિષ્ફળ બનાવી શકે ? શસ્ત્ર વાપરતા રોમનો પાવ પ્રદેશ સુધી ધરી આવ્યા ! એમને બૌદ્ધોની સહાય મળે તો ? રોમનો જ બૌદ્ધ બની જાય તો? કદાચ તેઓ શસ્ત્રો તજે, પણ તેમની ગુપ્ત ભયંકરતા કેટલી વધી જાય ? સુકેતુને ગૂંચવતાં સ્વપ્ન આવ્યાં ! એવાં સ્વપ્ન તેને કદી આવ્યાં ન હતાં. અને જાગ્રત યુવરાજને પણ એક સ્વપ્ન આવ્યું ? પ્રથમ તો સુવાસનો મહાપુંજ તેને વીંટી લેતો હોય એમ ભાસ થયો. તેણે ચારે પાસ નજર નાખી ! કોઈ અગમ્ય સત્ત્વ ધર્મશાળામાં પ્રવેશ પામ્યું હોય એમ લાગતાં તેણે એકાએક પોતાની પીઠ તરફ દૃષ્ટિ ફેરવી ! કોણ સૌંદર્યમૂર્તિ એ હતી ? ત્રિપુરસુંદરી દેવી જ તેની પાછળ આવીને તો ઊભી નથી રહી ? ઘાસિયાની પથારી ઉપર બેઠેલો યુવરાજ ઊભો થઈ ગયો. દેવીનું સૌંદર્ય અને તેજ તેને વિસ્મય પમાડી રહ્યાં. આરતી સમયે દેવીએ જેવા શણગાર સજ્યા હતા તેવા જ શણગાર એ જીવંત મૂર્તિ ઉપર હતા. મૂર્તિ જેટલી જ સ્થિરતાથી દેવી તેની પાછળ ઊભી રહી અને મંદિરની મૂર્તિના સરખું જ સ્મિત તે કરતી હતી. એની પણ પાંપણ હાલતી હતી શું ? યુવરાજે નમસ્કાર કર્યા. દેવીએ હસ્ત ઊંચકી વરદમુદ્રા ધારણ કરી! સાચે યુવરાજને દેવી જ દર્શન આપતી હતી ! વરદમુદ્રા એના સુભાગ્યને સૂચવતી હતી ! આવાં દર્શન એ જ સુભાગ્ય કેમ ન કહી શકાય? દેવીએ પોતાની પુષ્પમાળામાંથી તોડી એક ફૂલ યુવરાજને હાથ લાંબો કરી આપ્યું. ‘મારી પાછળ ચાલ્યો આવ.' દેવી ધુમ્મસ સરખું - સ્વપ્ન સરખું બોલતી સંભળાઈ. કેવો મીઠો સૂર ! એ દેવીનો જ સૂર હોઈ શકે ! દેવી પાછી. ફરી. શા માટે યુવરાજ દેવીની પાછળ જતો હતો ? કોણ તેને આ સ્થળમાં ખેંચી રહ્યું હતું ? સ્થળ ન છોડવાની કોઈએ કરેલી આજ્ઞાના ભણકારા તેણે સાંભળ્યા. દેવીની આજ્ઞા વિરુદ્ધ તેના પગને પકડી રાખનાર સત્ત્વ કોઈ રાક્ષસનું જ હોવું જોઈએ ! આગળ વધતી દેવીએ પાછળ જોયું અને અટકી પડતા યુવરાજ સામે સ્મિત કરી અંગુલિથી પાછળ આવવા તેને ફરી નિમંત્રણ આપ્યું. આજ્ઞાનો વિરોધ કરવાનું તેનું સામર્થ્ય અદૃશ્ય થયું અને તેણે ચોર પગલે દેવીની પાછળ જવા માંડયું. યુવરાજને ભાન ન રહ્યું કે તે ક્યાં જાય છે. સહજ પ્રશ્ન મનમાં ઉદ્ભવતો કે તત્કાળ દેવીનું સ્મિત તેને દોરતું જ હોય.