પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૭૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૪:ક્ષિતિજ
 


તે ક્યાં સુધી ચાલ્યો હશે ? સ્થળ કે કાળનું ભાન તેને હું ન હતું. દેવી સિવાય તે બીજું કશું જોઈ શકતો ન હતો. સ્થળકાળની તેને જરૂર પણ શી પડે ? કૃપાનિધાન દેવીના સ્થિત વિના બીજું જોવાપાત્ર જગતમાં હોય પણ શું ? દેવીનું અદ્ભુત રૂપ અને તેના અવર્ણનીય શૃંગાર સર્વ દૃશ્યોને શરમાવે એવાં હતાં. અને દેવીએ કોઇ સુંદર સ્થળે આવી યુવરાજનો હાથ ઝાલ્યો ત્યારે... ત્યારે... યુવરાજના હૃદયમાં પૂજ્યભાવની ભરતી ઊભરાઈ કે શુંભનિશુંભ રાક્ષસોની માફક દેવીના સૌંદર્યનું પાન કરવાની તેને ઇચ્છા થઈ ? ‘માગ, માગ. જે માગે તે આપું.' દેવીએ યુવરાજને કહ્યું. ‘દેવી, હું તને સદાય નીરખ્યા જ કરું ! એ સિવાય બીજું શું વરદાન માગું ?' યુવરાજે કહ્યું. ‘એ તો હવે તને મળી ચૂક્યું.' ‘કેવી રીતે ? તું સદા મારી આંખ આગળ રહી શકીશ ?’ ‘મારા સરખી જ સ્ત્રી તારી પત્ની બને તો એની શક્યતા.' યુવરાજના મુખ ઉપર સંકોચ અને શરમ ઊભરાયાં. બ્રહ્મચર્ય ઉપર સતત ભાર મૂક્યા કરતો કોઈ મિત્ર તેને યાદ આવ્યો. જોકે તેનું નામ તેને યાદ ન આવ્યું. શરમાવાનું કારણ નથી. એ જ ધર્મ છે. આદ્યશક્તિ પુરુષ વગર અવ્યક્ત રહે છે. તને હું જ પત્ની રૂપે મળીશ.’ ‘બસ. વધારે લોભ નથી.’ ‘તારા સાથીઓ માટે કાંઈ માગ. આવો સ્વાર્થી ક્યાંથી ?’ ‘સાથી....?’ યુવરાજે આંખ ઉઘાડી. આંખ ફાડી ચારે પાસ જોવા માંડ્યું. ‘કેમ ? ભૂલી ગયો ? તેમને સૂતા મૂકીને તું અહીં ચાલ્યો આવ્યો !' ‘હા... હા... સુકેતુ...' મહાબળ કરી યુવરાજ પોતાના સાથીઓને સંભારી રહ્યો. દેવીની આંખમાં આશ્ચર્ય તો ન જ હોય છતાં મનુષ્યસ્વરૂપ ધારણ કરી દર્શન આપતી દેવી શા માટે માનવભાવ ધારણ ન કરે ? દેવીએ કહ્યું. ‘સુકેતુને વિજય જોઈએ. લે આ જંત્ર. હાથે બાંધું છું. એ સર્વદા તને અને તારા મિત્રોને વિજય જ અપાવશે.' બગીચામાં ફરતે ફરતે દેવીએ યુવરાજના હાથ ઉપર જંત્ર બાંધ્યું અને યુવરાજને લાગ્યું કે તે કોઈ સૌંદર્યભર્યા સ્વપ્ન ઊંડાણમાં ઊતરી રહ્યો છે. તેનો હાથ પકડી દેવીએ તેને આગળ દોર્યો. પરમ આનંદભર્યું અભાન